Jai Hind

ચરખડી ગામના વૃધ્ધાશ્રમના 50 વૃધ્ધાઓએ ધર્મમય યાત્રા કરી

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા અનોખુ આયોજન

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા તારીખ 28ને શનિવાર ના રોજ દાતા તરફથી ચરખડી ગામ વૃદ્ધાશ્રમના કુલ 50 જેટલા વૃદ્ધોને ચરખડીથી લક્ઝરી બસમાં બેસાડી, પાળીયાદ,સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, શનિદેવ, કુંડળ સ્વામિનારાયણ મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર ના ધાર્મિક દર્શન માટે બસમાં લઈ ગયા ત્યારે બધા મંદિર રે ટ્રસ્ટના બહેનો તથા ભાઈઓ ના સહયોગ થી દરેક વૃધ્ધો ને તેમના કેર ટેકર સાથે કુલ 50 લોકો માટે થી દર્શન માટે અલગથી, જરા પણ તકલીફ ના પડે તે રીતે સન્મુખ દર્શન કરાવવાની વ્યવસ્થા મંદિર મંડળ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
કાર્યમાં પ્રમુખશ્રી બંટીભાઈ ભુવા, તેમજ મંડળના સભ્યશ્રીઓ રવીભાઈ પરસાણા, જયેન્દ્રસિંહ ડાભી સાહેબ, નંદાભાઈ ભેસાણીયા (ગેરેજ વાળા), ચંદ્રકાંતભાઈ હાસલપરા (હકાભાઈ) ,કૈલાશબા પરમાર, એકતાબેન ધોરાજીયા, ,જાગૃતિબેન માલવિયા, વિલાસબેન ડોબરીયા વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી વસુંધેવ કુટુંબકમ માટે યથા યોગ્ય દ્રષ્ટાંત પૂરું પાડેલું હતું.