Jai Hind

બગસરા એસ.ટી. ડેપો દ્વારા ધુળેટી પર્વ નિમિતે એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું

ડેપોમાં ટેન્ટ નાખી મજૂરોને ટિકિટ બુક કરવાથી લઇ પાણીની પણ વ્યવસ્થા કરતા એસ.ટી. ડેપોના અધિકારી

હાલમાંજ આવી રહેલ ધુળેટીના તહેવારમાં મજુર વર્ગ મોટી સંખ્યા પોતાના વતન જતા હોય છે ત્યારે બગસરા એસટી ડેપો દ્વારા એક્સટ્રા બસો મુકવામાં આવતા મજુર વર્ગ પોતાના વતન જવામાં રાહત થઇ છે. જયારે હાલમાં ડેપો મેનેજર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે ખાનગી વાહનો આવા મજૂરોને મસ મોટા ભાડા લઇ ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે ત્યારે એસટી તંત્ર દ્વારા ડેપોની અંદર જ તંબુ નાખીને મજુર વર્ગ ને હાલાકી ભોગવવી ના પડે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ તંબુમાં પાણી પીવાથી લઇ ટિકિટ બુકીંગ કરાવવા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલુંજ નહિ પણ જયારે એક બસની કેપિસિટી પ્રમાણે ટિકિટ બુક થાય એટલે તરતજ એક્સટ્રા બસ મૂકી દેવામાં આવે છે જયારે આજના દિવસે વારા ફરતી 4 બસ મુકવામાં આવતા મજૂરો પોતાના વતન જવામાં ખુબ મોટી રાહત મળી છે. જયારે આ બાબતેવ ડેપો મેનેજરને પૂછતાં તેમણે જણાવ્યું કે આવું સંચાલન હાલમાં ચાલુ રાખવામાં આવશે અને તમામ મજૂરો તત્કાલ પોતાના વતન પહોંચી શકે અને મસ મોટા ભાડા ના ચુકવવા પડે તેના માટે એસટી નિગમ દ્વારા આવું સંચાલન ચાલુ રાખવામાં આવશે…