તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ તેમજ ઝોન ચેરપર્સન ઝોન 11 લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ દ્વારા તાલુકાની રાવણી (કુબા) પ્રાથમિક શાળા, માંડાવડ પ્રાથમિક શાળા તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળા ખાતે જુદા જુદા દિન વિશેષ ઉજવણી અંતર્ગત ગુજરાતી સાહિત્ય કવિ, નિબંધકાર તેમજ આત્મકથાકાર કવિ નર્મદ પુણ્યતિથિ, ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ પુણ્યતિથિ, સ્વાતંત્ર્યતા આંદોલન ના અગ્રીમ હરોળના કાર્યકર વીર વિનાયક સાવરકર પુણ્યતિથિ, દાદાસાહેબ ના નામથી જાણીતાં સ્વાતંત્ર્ય સેનાની ગણેશ વાસુદેવ માવળંકર પુણ્યતિથિ સહિતના દિન વિશેષ અંતર્ગત. વાર્તાલાપ, સંવાદ તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને વિસાવદર લાયન્સ કલબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ 2025/26 સ્લોગન ” નીડ બેઝ સર્વિસ પ્લસ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ.
(તસવીર: મુકેશ રીબડીયા)