Jai Hind

સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ દાદાને કેસુડાનોે દિવ્ય શણગાર

ધાણી, ખજુર અને ડાળિયા, તલના લાડું-મમરાના, લાડુ-સીંગપાકનો અન્નકૂટ ધરાવ્યો

બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ શનિવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને કેસુડાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો સાથે હનુમાનજી દાદાને ધાણી,ખજુર-ડાળીયા-તલના લાડું-મમરાના લાડુ-સીંગપાક વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ અનેક ભક્તો દ્વારા દાદાને ધજા ચઢવામાં આવી હતી જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.