Jai Hind

વેરાવળ મહિલા કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો

વિવિધ પ્રોફેસરો દ્વારા વ્યાખ્યાન અપાયું
ગુજરાત સરકાર ના કે.સી.જી. વિભાગ અને ગીર સોમનાથ જિલ્લાની મહિલા કોલેજ – વેરાવળ, સરકારી સાયન્સ કોલેજ વેરાવળ, ચોકસી કોલેજ વેરાવળ તેમજ સરકારી કોલેજ તાલાળા ના સંયુકત ઉપક્રમે તા.26 ના પ્લેસમેન્ટ કેમ્પ યોજાયેલ જેમાં પ્રિ. ડો.સ્મિતાબેન છગ, શુભેચ્છક પ્રિ. ડો.બંધિયા, પ્રિ. ડો.રાવલ તેમજ તાલાળા કોલેજના પ્રિન્સિપાલ એ વિદ્યાર્થીઓને માહિતીસભર અક્ષુવિંશક્ષલ કર્યું હતું. આ પ્રસંગે કોલેજના નોડલ ઓફિસર ડો.એમ.બી.સોલંકી, ડો. સુબા, ડો. મનોજભાઈ ધડુક વગેરેએ પ્રસંગોચિત વ્યાખ્યાન આપ્યું હતું. આ કેમ્પમા મહિલા કોલેજ વેરાવળ તરફથી (1) પરફેકટ મોટર્સ ઓટો વેરાવળ મેનેજર રામભાઈ કાલરિયા (2) એલ.આઈ.સી.ઓફ ઈન્ડિયા ભગવાનભાઈ સોલંકી (3) એચ.ડી.એફ.સી. લાઈફ ઈન. કંપની લિ.ના મયુરભાઈ ભટ્ટ સર્વ એ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યું લીધા હતા અને અન્ય કંપનીઓ પણ હાજર રહી હતી અને બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડો સચીનભાઈ સીતાપરા કર્યુ હતું. આ પ્રસંગે પ્રો.ભુત, ડો.નંદાણિયા, ડો.પેષ્પાબે વાઢેર, ડો.વર્ષાબેન મહેતા તેમજ ચારેય કોલેજના સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓનેપ્રોત્સાહન પુરુ પાડયું હતું અને આભાર વિધિ ડો. મનોજભાઈ ધડુકે કરેલ હોવાનું યાદી માં જણાવ્યું છે.