રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડની થેલીઓ અપનાવવા અપીલ કરી
પર્યાવરણના જતન અને પ્લાસ્ટિક થી વધતા પ્રદૂષણ સામે જનજાગૃતિ લાવવા તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની આગાખાન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત વિદ્યાર્થીઓએ તાલાલા નગરના શાક માર્કેટ,બસ સ્ટેન્ડ,સિદ્ધાર્થ સોસાયટી અને જગદીશ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં પ્રભાવશાળી શેરી નાટક રજૂ કરી પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા લોકોને આહવાન કર્યું હતું.વિદ્યાર્થીઓએ શેરી નાટકમાં અસરકારક અભિનય દ્વારા પ્લાસ્ટિકની થેલીઓથી પર્યાવરણ અને પશુઓને થતી હાનિ વિશે લોકોને અવગત કરી… લોકોએ રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણ ને અનુકૂળ કાપડની થેલીઓ અપનાવવા અપીલ કરી હતી.
શાળાની પ્લાસ્ટિક મુક્ત જનજાગૃતિ પહેલ ને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક વધાવી બજારમાં ખરીદી કરતી વખતે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા મહિલાઓએ ખાત્રી આપી હતી.જનજાગૃતિ કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવવા શાળાના શિક્ષક સંજયભાઈ જરેર,હાર્દિકભાઈ નાંઢા, કલ્પનાબેન પુરોહિત, કમલેશભાઈ ભટ્ટે શેરી નાટક સહિત સુંદર આયોજન ગોઠવ્યું હતું.