પરિણીતાને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો, દીકરાનું હૈયાફાટ રૂદન, પુત્રે કહ્યું- પિતા માનસિક બીમાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. વાડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહીયાળ વળાંક લીધો હતો. આવેશમાં આવી ગયેલા પતિએ પત્નીના માથામાં દસ્તાના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા નીપજાવી હતી. આરોપીના ભાઈના આક્ષેપ મુજબ ભાભીન ેઆડાસંબંધ હતા, એટલે પગલું ભર્યું હોવાની શક્યતા છે. જ્યારે મૃતકનો પુત્ર આવા આક્ષેપને ફગાવી દીધો હતો અને પિતા માનસિક બીમાર હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
માતાના મોતના સમાચાર મળતા જ પુત્રો કેતન અને દિનેશ હોસ્પિટલ દોડીઆવ્યા હતા.હોસ્પિટલના પ્રાંગણ માં માતાના મૃતદેહને જોઈ પુત્રોએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેનાથી ત્યાં ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. “અમારું ધ્યાન રાખનારી માતા જતી રહી, હવે અમારું કોણ?” તેવા શબ્દો સાથે પુત્રો માતાના મૃતદેહને વળગી ને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હોસ્પિટલમાં ઉપસ્થિત લોકો પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થઈ ગયા હતા.
સીમર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગા ડાભી અને તેની પત્ની લક્ષ્મીબેન ડાભી (ઉંમર 45 વર્ષ) વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધ્યો હતો કે જગદીશે ઘરમાં રહેલા દસ્તા વડે લક્ષ્મીબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં લક્ષ્મીબેનને તાત્કાલિકસીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવા માં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ કેસમાં પરિવારના સભ્યોના અલગ-અલગ નિવેદનો એ પોલીસ તપાસમાં ગૂંચવણ ઊભી કરી છે આરોપીના ભાઈ પરબત ડાભીએ જણાવ્યું હતું કે, મારા ભાઈ અને ભાભી વચ્ચે માથાકૂટ થયા કરતી અને મારા મોટા બાપુનો છોકરો સુરતથી લગ્નમાં આવ્યા હશે અને મારા ભાભીને કોઈ સાથે ભાળી ગયો અને મારા ભાભીને આડાસંબંધ છે.તેવી શંકા વ્યક્ત કરી હતી જ્યારે મરનાર ના પુત્ર એ આ વાત ફગાવી પોતાના પિતા માનસિક બિમાર હોવાનું જણાવ્યું હતુ
લક્ષ્મીબેન રસોઈ બનાવતા હતા અને પતીએ દસ્તો મારી હત્યા કરી
બપોર ના સમયે લક્ષ્મીબેન રસોઈ બનાવતા હતા અને પતી જગદીશભાઈ સાથે ઝગડો થતા ઉશ્કેરાયેલ જગદીશે પોતાની પત્ની ને માથા માં દસ્તા નો ઘા મારતા સ્થળ પરજ મોત નીપજ્યું હતુ
મારો ભાઈ દારૂ પીતો નહીં, એ દારૂ પીવા લાગ્યો અને આ પગલું ભરી લીધું
આ સમગ્ર હત્યા ની ધટના બનતાં મરણ જનાર ના ભાઈ ઓનો એવો આક્ષેપ હતો કે મૃતક મહિલા ને કોઈ સાથે આડા સંબંધ હોવાના કારણે મરણ જનાર નો પતિ દારૂ ના દૈત્ય મા પીવા ચડી ગયો હતો અને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું
દીકરાએ આરોપ ફગાવ્યા: મૃતક મહિલાનો પુત્ર કેતન
મૃતક મહિલા ના પુત્ર કેતન એ જણાવ્યું હતું કે, મારા મમ્મી અને પપ્પા વચ્ચે થોડા સમયથી ઘર બાબતનો ઝગડો થતો હતો અને ઝગડો થવાનું કારણ મને ખબર નથી. મારા મમ્મીને કોઈ સાથે ખરાબ સંબંધ પણ હતા નહીં, મારા પપ્પાને મગજની બીમારી છે અને પહેલા દવા લેતા હતા પણ હમણાંથી દવા પણ લેતા નહીં.તેવુ કહી આડાસંબંધ અંગે આરોપો ફગાવી દીધા હતા
નવાબંદર પોલીસ દરેક પાસા તપાસી બનાવનું સાચું કારણ શોધવા તપાસ ધમધમતી કરી
ઘટનાની જાણ થતા જ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ ઙઈં જેબલિયા, ઙજઈં રાઠોડ અને મહિલા ઙજઈં કંચનબેન સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આરોપી જગદીશની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાનું સાચું કારણ માનસિક બીમારી છે કે ચારિત્ર્ય પરની શંકા, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.ઉના ના સીમર ગામે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને પતાવી દીધી
કાલ તો હોળીનો તહેવાર કરવા આવ્યા અને આજે માતા ની હત્યા થઈ
આરોપી જગદીશ ના બન્ને પુત્રો દિનેશ અને કેતન માછીમારી નું કામ કરતા હોય અને બોટ માં માછીમારી કરવા ગયેલ અને હોળી નો તહેવાર હોય અને કાલે જ દરિયા માંથી પરત ઘરે આવ્યા હતા તહેવાર મનાવા અને માતા ની હત્યા પીતા એ કરતા પરિવાર માં માતમ છવાઈ ગયો હતો