Jai Hind

મેંદરડામાં તાલુકા યોગ શિબિર 150 કોચ-ટ્રેનરોએ ભાગ લીધો

મેંદરડામાં પુષ્ટિ માર્ગીય હવેલીમાં સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં નિશુલ્ક તાલુકા યોગ શિબિર યોજાઈ ગઈ યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગ સેવક શિશપાલ સરની પ્રેરણાથી અને મેંદરડા તાલુકામાં યોગ કરવાની લોકો માં જાગૃતતા આવે એવા હેતુ. સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી સરે શરીરને પૂરા ટ્રેચિંગ કરાવીને સાધકોને આનંદ વિભોર કરી દીઘેલ ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા તેમજ જિલ્લા કોઓર્ડીનેટર જયંતી કાછડીયા રિલેક્સન મેડિટેશન કરાવેલ સોનલબેન બગડા સોશિયલ મીડિયાની કામગીરી કરેલ શિબિર માં લગભગ તાલુકાના કોચ ટ્રેનર 150 સંખ્યા સાથે સાધકોએ ભાગ લીધો હતો.