Jai Hind

ભૂલકાઓએ પવિત્ર રમજાન માસમાં રોઝા રાખી ખુદાની બંદગી કરી

કોટડાસાંગાણીના પતાણી અને ગનિયાણી પરિવારના

પવિત્ર રમજાન માસ નિમિત્તે કોટડાસાંગાણી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક ઈબાદત કરવામાં આવી રહી છે. આ પવિત્ર માસમાં વડીલોની સાથે નાના બાળકોમાં પણ અલ્લાહ પ્રત્યેની અનોખી પ્રીતિ જોવા મળી છે. કોટડાસાંગાણીના સલીમભાઈ પતાણી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, તેમના પરિવારના માસૂમ ભૂલકાઓએ નાની વયે રોઝા રાખીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નાના ભૂલકાઓની મોટી ઈબાદત: આયસા સલીમભાઈ ગનિયાણી ઉમર 6 વર્ષ આમેના ઇમ્તિયાઝભાઈ પતાણી: માત્ર 4 વર્ષની નાની વયે આ બાળાએ પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરી ખુદાની બંદગી કરી હતી. અયાન ઈમ્તિયાઝભાઈ પતાણી: 9 વર્ષના બાળકે 11 રોઝા રાખીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. મોહમ્મદ અલી સલીમભાઈ ગનિયાણી: 11 વર્ષના બાળકે પણ શ્રદ્ધાપૂર્વક 11 રોઝા પૂર્ણ કર્યા હતા. પરિવાર દ્વારા પ્રોત્સાહન: સલીમભાઈ પતાણીના ભાણેજ અને નવાસાઓના આ સાહસ અને શ્રદ્ધાને વધાવવા માટે પરિવાર દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સલીમભાઈ પતાણી, કાદીર સલીમભાઈ પતાણી, અમીનભાઈ પતાણી અને ઇમ્તિયાઝભાઈ પતાણીએ આ તમામ બાળકોને ફૂલહાર પહેરાવી, મુબારકબાદી પાઠવી હતી. આ તકે વડીલોએ બાળકોમાં રહેલા ધાર્મિક સંસ્કારોની પ્રશંસા કરી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ માંગી હતી