Jai Hind

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાયું

સવારે ઠંડક અને બપોરે આકરો તાપ

રાજકોટ, પોરબંદર, વેરાવળ, ઓખા, નલિયા, ભુજ સહિતના શહેરોમાં આજે વહેલી સવારે હવામાં ભેજ 80થી 100 ટકા નોંધાતા ઉનાળાનાં આરંભે ધુમ્મસ છવાયુ હતું અને સવારનાં ભાગે ઠંડા પવનનો પણ અનુભવ થયો હતો.
જોકે ગઇકાલે બપોરે રાજકોટમાં 34.7, ડિસામાં 36, અમદાવાદમાં 34.ર અને ભુજમાં 34.6 ડિગ્રી સાથે આકરો તાપ અનુભવાયો હતો.
જોકે સવારનાં ભાગે રાજકોટ સહિત મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન 17થી ર1 ડિગ્રી વચ્ચે નોંધાતા ઠંડીનું પ્રમાણ નહીંવત રહેવા પામ્યું હતું.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચી ગયું છે હાલમાં ઉનાળાનો પ્રારંભિક સમયગાળો શરૂ થઈ ગયો છે ત્યારે હોળી ધુળેટીના પર્વ ઉપર જ તાપમાન હાઇલેવલ ઉપર પહોંચી ગયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું દર વર્ષે તાપમાન સૌથી વધુ અન્ય જિલ્લાઓ કરતા રહેતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ હોળી ધુળેટીના પર્વ ઉપર જ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.
બપોરના સમયે અંગ ધજાડતી ગરમીનો સામનો સુરેન્દ્રનગર શહેરની જનતાને કરવું પડ્યો છે જોકે બપોરના સમયે સુરેન્દ્રનગર શહેરની બજાર સૂમસામ નજરે પડી રહી હતી સ્પષ્ટ ગરમીની અસર છે તે લોકો ઉપર હાલ પડી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે બપોરના સમયે બજારો પણ સુમસામ થઈ જવા પામી હતી જેની અસર ધંધા રોજગાર ઉપર પણ પડવા પામી હતી. ઉનાળાના પ્રારંભિક સમયે જ ગરમીનો પારો 35 ડિગ્રી નજીક પહોંચી જતા અગામી દિવસોમાં 45 ડિગ્રી સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો પહોંચી જશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે બપોરના સમયે ગરમીથી બચવા અને ઠંડા પીણા નું સેવન કરવા સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે હીટવેવ ની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તેનાથી બચવા માટે વરીયાળીનું જ્યુસ ઠંડા પીણા અને શક્ય હોય તો બપોરના સમયે ઘરમાં જ રહેવા અપીલ કરાઈ છે.
જ્યારે જામનગર શહેરમા મહતમ તાપમાનનો પારો 30.5 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 4.6 નોંધાઇ છે.