સ્પેશ્યલ પોકસો કોર્ટનો ચુકાદો
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની ઉંમર ધરાવતી તરૂણીને મુળ ધોરાજી ગામનો વતની અને હાલ કુંકાવાવ તાલુકાના નાના ઉજળા ગામે વાડી વિસ્તારમાં રહેતો આરોપી બે વર્ષ પહેલાં લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તરૂણીને અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતો. આ અંગે જે તે સમયે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ તરુણીની માતાએ નોંધાવેલ હતી. આ અંગેનો કેસ અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલ અને પુરાવાના આધારે સ્પેશ્યલ પોકસો જજ દ્વારા આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમના શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 15,000 નો દંડની સજાનો હુકમ કરેલ છે.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષ, 16 દિવસની ઉંમર ધરાવતી તરૂણી મુળ ધોરાજી ગામનો વતની અને હાલ કુંકાવાવ તાલુકાના નાના ઉજળા ગામે વાડી વિસ્તારમાં રહેતો રાહુલભાઇ ઉર્ફે કાળુ બળવંતભાઇ ચારોલીયા નામનો આરોપી ગત તા. તા.15/3/24 ના રોજ બપોરે 2/30 વાગ્યે લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તરૂણીની માતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતો. આ અંગે જે તે સમયે અમરેલી તાલુકા પોલીસમાં ઇ.પી.કો ક.363, 366 તથા પોક્સો એક્ટ કલમ 18 તથા એટ્રોસીટી એક્ટની કલમ-3(2)(5) મુજબ ફરિયાદ તરુણીની માતાએ નોંધાવેલ હતી. આ અંગેનો કેસ અમરેલીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલ અને પુરાવાના આધારે સ્પેશ્યલ પોકસો જજ દ્વારા આરોપી રાહુલભાઈ ઉર્ફે કાળુ બળવંતભાઈ ચારોલીયાને ભારતીય દંડ સંહિતાની કલમ-376, 376(2)(એન) (જે) તથા સાથે વાંચતા એટ્રોસીટી એકટની કલમ 3(2) (5) તથા પોક્સો એક્ટની કલમ-4, 6, 8, 10 તથા 18 સહિતના શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 15,000 નો દંડની સજાનો હુકમ કરેલ છે.