Jai Hind

તાલાલાના હડમતીયા (ગીર) ગામેથી ભેળસેળ યુકત અખાદ્ય કેરીનો રસ ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાન્ચે ફેક્ટરીનું તાલાલા ખાતે આવેલ ગોડાઉન સીલ કર્યું: બે વર્ષ જુના કેસર કેરીના પડતર રસના નમુના પૃથક્કરણ માટે સેન્ટ્રલ ફ્રુડ સેફ્ટી કચેરીને મોકલ્યા

તાલાલા તાલુકાનાં હડમતીયા ગીર ગામે બે વર્ષ જુનો પડતર અખાદ્ય કેસર કેરીનો રસ વેંચાણ માટે રાખ્યો હોવાની બાતમી ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી બ્રાન્ચને મળતા બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ.ડી.એમ.કાગડા,પી.એસ.આઇ આર.એચ સુવા,એ.એસ.આઇ જીગ્નેશગીરી ગોસ્વામી એ ફુડ સેફ્ટી ઓફિસર ને સાથે રાખી સ્ટાફ સાથે હડમતીયા ગીર ગામે દરોડો પાડી ભેળસેળયુક્ત 16 હજાર લિટર કેસર કેરીના રસનો જથ્થો પકડી પાડતા તાલાલા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસ.ઓ.જી બ્રાન્ચ ના જણાવ્યા પ્રમાણે હડમતીયા ગીર ગામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરીની આવેલ રૂચીલ એગ્રો ફ્રુડ પ્રોડક્ટમાં દરોડો પાડી પ્લાન્ટ તથા ગોડાઉનમાં રાખેલ બે વર્ષ જૂનો પડતર ભેળસેળયુક્ત કેસર કેરીનો 16 હજાર લિટર જથ્થો પકડી પાડ્યો હતો.હડમતીયા ગીર ગામે પ્લાન્ટ ઉપરાંત તાલાલા માં આવેલ ફેક્ટરી ના ગોડાઉનમાંથી ઝડપાયેલ જથ્થો બે વર્ષ જૂનો અને લોકોના આરોગ્ય સામે જોખમરૂપ જણાતા પડતર કેસર કેરીના રસનો જથ્થો તથા ગોડાઉન ને સિઝ કરવામાં આવેલ…આ અખાદ્ય પડતર કેસર કેરીનો રસ લગ્નની સિઝનમાં વેંચાણ માટે રાખવામાં આવેલ હોવાનું એસ.ઓ.જી બ્રાન્ચે જણાવ્યું હતું.તાલાલાનાં ગોડાઉનમાં રાખવામાં આવેલ કેસર કેરીના રસ તથા પ્લાન્ટ ઉપરનો રસના જથ્થા નાં નમુના પૃથક્કરણ માટે સેન્ટ્રલ ફ્રુડ સેફ્ટી કચેરીના અધિકારીઓ લઈ ગયા છે.આ બનાવ અંગે એસ.ઓ.જી બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.તાલાલા પંથક માંથી લોકોનાં આરોગ્ય સામે જોખમ ઉભું કરનાર પડતર અખાધ કેસર કેરીનો રસ ઝડપાયાના સમાચારથી ભારે ચકચાર ફેલાયેલ છે.