Jai Hind

ખાંભાના નાના બારમણ ગામે પત્નીના વિયોગમાં પતિનો આપઘાત

અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

અમરેલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલાં અપમૃત્યુ પોલીસ ચોપડે નોંધાતાં જે તે સ્થાનિક પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડીયા તાલુકાના તોરી ગામે વાડીએ રહેતાં ગજરીયા ખેલસિંહ અજનાર નામનાં 25 વર્ષીય યુવકને તેમના વતનમાં મેળો કરવાં જવુ હોય, પરંતુ ખેતીની સીઝન પુરી થયા પછી જવાનું યુવકને કહેતા તેમને મનોમન લાગી આવતા પોતે પોતાની મેળે ગત તા.4 ના રોજ 2/30 થી 9 વાગ્યા દરમ્યાન તોરી ગામની ખાવડી તરીકે ઓળખાતી સીમમાં પોતાની વાડીએ આવેલ લીમડા સાથે સાડી બાંધી સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં ખાંભા તાલુકાના નાના બારમણ ગામે બસ સ્ટેશનની બાજુમાં રહેતાં અજય અરજણભાઇ પરમાર નામના 28 વર્ષીય યુવકના પત્નિ ચારેક દિવસથી રિસામણે તેના માવતરના ઘરે જતા રહેલ હોય તેથી પત્નિના વિયોગમાં અથવા તોઅન્ય કોઇ કારણોસર ગત તા.3 ના સાંજનાં 5 થી તા.4 ના સવારે 10 વાગ્યા સુધીના કોઇપણ સમયે નાના બારમણ ગામે પોતાના રહેણાંક મકાને પોતાની મેળે ગળા ફાંસો ખાઇ લેતા યુવકનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. જ્યારે ત્રીજા બનાવમાં અમરેલીની સંધી સોસાયટી, હુસેની ચોક, ઓપન જેલની પાછળ, ભાડેના મકાનમાં રહેતાં જેતુનબેન દિલાવરભાઇ બેલીમ નામની 60 વર્ષીય વૃધ્ધાના પતિ મૃત્યુ પામેલ હોય તેથી તેઓ માનસીક ચિંતા કરી ખોટી વાતો કરતા હોય મનમાં ખોટા વિચાર આવતા હોય જેથી મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે તા.3ના બપોરના આશરે બે વાગ્યાના અરસામાં દામનગર ગામે બસ સ્ટેશન સામે, સ્વદેશી મેળાના રમકડાનાં સ્ટોલ ઉપર ઘઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી’ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. અંતિમ બનાવમાં અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે નિશાળ પાછળ પ્લોટ વિસ્તારમાં રહેતાં વિઠ્ઠલભાઇ મુળજીભાઇ કણક નામનાં 45 વર્ષીય આધેડ છેલ્લા બે વર્ષથી માનસીક થઇ ગયેલ હોય અને સુસાઇડ કરવો છે મારે મરી જવુ છે. તેમ કહેતાં હોય, ગત તા.1 ના રાત્રીના બારક વાગ્યાના સમયે ધઉમાં નાખવાના બે ટીકડા પી’ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.