પ લાખથી વધુ લોકો મુલાકાત લેશે: કામધેનું ચેર, મહિલા, સંત સંમેલન
ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ ક્ધફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ ૠઈઈઈં દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર કેબલના સહયોગ થી આયોજિત ગૌ ટેક 2026‘નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ ટેક 2026 માં દેશ વિદેશથી નીતિનિર્માતાઓ, સમાજસેવકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ્સ, સેકાણકારો, ખેડૂતો, ગૌશાળાઓ, યુનિવર્સિટીઓ, સંતસમાજ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ આયોજનમાં 300થી વધુ સ્ટોલ, 12થી વધુ ગૌ વિષય આધારિત સેમિનાર, વિશેષ સમેલનો, ઇ2ઇ બેઠકો તથા વિદેશી પ્રતિનિધિઓની ભાગીદારી સાથે પાંચ લાખથી વધુ મુલાકાતીઓની હાજરીની સંભાવના છે. ૠઈઈઈંના સ્થાપક, પૂર્વ મંત્રી અને સષ્ટ્રીય કામપનું આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ગૌમાતાનું દૂધ. ગૌમૂત્ર, ગોબર અને પંચગવ્યમાં આરોગ્ય, કૃષિ, ઊર્જા, પર્યાવરણ સરક્ષણ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની અદ્ભુત વૈજ્ઞાનિક તથા આર્થિક ક્ષમતા રહેલી છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના માનદ સલાહકાર અને ૠઈઈઈં ના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણીએ જણાવ્યુ કે ગૌ ટેક 2026‘ માં જૈવિક ખાતર અને બાયો-ફર્ટિલાઇઝર, દૂધ તથા દૂધમાંથી બનેલા મૂલ્યવર્ષિત ઉત્પાદનો, ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉ-પાદનો, પ્રાકૃતિક ખેતી, પશુચિકિત્સા કોલેજો અને યુનિવર્સિટીઓ, સીમેન લબોરેટરી, સેક્સ-સોર્ટડ સીમેન તથા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, સોલાર અને બાયો-એનર્જી, ચારો અને બીજ ઉદ્યોગ, ચારાગાહ વિકાસ મશીનરી, નેચરોપેથી, આયુર્વેદ અને પચગવ્ય આધારિત સારવાર પદ્ધતિઓ સાથે જોડાયેલા બધી શ્રેણીઓના સ્ટોલ બુક થઈ ચુક્યા છે. ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે ગો ટેક 2026નું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ 20 માર્ચ 2026ના રોજ યોજાશે, જેમા દેશ-વિદેશના ગણમાન્ય મહેમાનો હાજર રહેશે. આ સમારંભ દ્વારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શની અને સમેલનનો ઔપચારિક આરંભ થશે. જ્યારે 23 માર્ચ 2026ના રોજ સમાપન સમારંભ યોજાશે, જેમાં નો ટેક 2026ની સિદ્ધિઓ, કચર, રોકાણ પ્રસ્તાવો અને ભવિષ્યની કાર્યયોજનાની જાહેરાત કરવામાં આવશે. આ સમાપન સમારંભ ગૌ આધારિત આંદોલનને આગળ વધારવાની નવી પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે. ચાર દિવસીય આયોજન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભારત સરકાર, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તથા અનેક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો આયોજન સ્થળની મુલાકાત લેશે.