Jai Hind

સા.કુંડલા નગરપાલિકાનું રૂા. 182 કરોડનું બજેટ રજૂ રીવરફ્રન્ટ, ઓડિટોરિયમ હોલ, અમૃત સરોવર, સહિતના વિકાસ કામો થશે

અમરેલી જિલ્લાની અમરેલી બાદ સૌથી મોટી નગરપાલિકા સાવરકુંડલાની છે જેમાં નગરપાલિકાનું શાસન છે . અમરેલી જિલ્લાની સૌથી મોટી આ સાવરકુંડલાની નગરપાલિકામાં 30 સદસ્યો ભાજપના છે અને પાંચ સદસ્યો કોંગ્રેસના છે. જેમાં ભાજપા ના 22 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા છ સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉપસ્થિત સદસ્યોમાં નાસીરભાઈ ચૌહાણ અશોકભાઈ ખુમાણ અમીનાબેન બાવનકા રાજે ભાઈ ચૌહાણ અને જયશ્રીબેન ભરાડ. જેમાં ભાજપના સભ્યો ફરીદાબેન શેખ અને ડીકે પટેલ દ્વારા બજેટના વિરુદ્ધમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો.બજેટમાં કોંગ્રેસના પાંચ અને બે ભાજપના એમ સાત સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિપક્ષ નેતા ના આશીર્વાદ ચૌહાણ એ બજેટને આંકડાકી બજેટ ગણાવું છે અને બજેટમાં કરવામાં બતાવવામાં આવેલ ખર્ચમાં હતી વિસંગતતા હોય ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું પણ આરોપ મૂક્યો છે પરંતુ ભાજપની સંપૂર્ણ બહુમતી હોય કોંગ્રેસના વિરોધ બહુ ટકી શક્યો નહીં .સાવરકુંડલા નગરપાલિકા સેન્ટ્રલ હોલ ખાતે આ સત્તા પક્ષની છેલ્લી જનરલ સભા યોજાઇ હતી જેમાં વિકાસલક્ષી મહત્વપૂર્ણ સારું બજેટ પસાર કરવામાં આવ્યું. ₹182 કરોડનું આ અંદાજપત્ર ચર્ચા બાદ 22 વિરુદ્ધ 7 મતે મંજુર કરવામાં આવ્યું. કોંગ્રેસ ના વિરોધ હોવા છતાં પણ વિના વિઘ્ને પસાર થઈ શહેરમાં કરવામાં આવેલા વિકાસકામોનો ઉલ્લેખ પણ પાલીકા પ્રમુખે રજૂ કર્યો હતો.પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ અઢી વર્ષ સુધીમાં મળેલા સહકાર બદલ દરેકનો આભાર માન્યો.