Jai Hind

ઉનાના ભેભા ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાત ઉતારી, ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ચાર દિવસમાં ઘરેલુ હિંસામાં બે મહિલાઓની હત્યા પતિઓએ કરી

ઉના તાલુકાના ભેભા ગામમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી છે. દેવસીબાંભણીયાએપારિવારિક કંકાસમાં તેની પત્ની લાખુબેન બાંભણીયા 34)ને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના બપોરના સમયે બની હતી.આ અંગે મળતી પ્રાપ્ત માહિતી અનુસાર, દેવસી અને તેની પત્ની લાખુબેન વચ્ચે અવારનવાર ઘર કંકાસ થતો હતો. બપોરે લાખુબેન ઘરે રસોઈ બનાવી રહ્યા હતા અને મોબાઈલ પર તેના ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન લાખુબેન અને પતિ દેવસી વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો ઉગ્ર બનતા પતિએ કુહાડી વડે પત્નીના ગળાના ભાગે ઘા મારી દીધા હતા. જેથી પત્ની ગંભીરરીતે ઘાયલ થઈ હતી. ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતા લાખુબેનના ભાઈએ ફરી વખત ફોન કર્યો હતો.
ત્યારે દેવસીએ ફોન ઉપાડ્યો હતો અને તેના સાળાને કહ્યું હતું કે, મેં લાખુને કુહાડી મારી દીધી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત લાખુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ તેમનો મૃતદેહ ભેભા સ્થિત તેમના ઘરે લઈજવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ઉના પોલીસને થતા પી.આઈ. નિલેશ ચોહાણ સહિતનો પોલીસ કાફલો ભેભા ગામ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યારા પતિ દેવસીની ધરપકડ કરી છે. હત્યાના બનાવને પગલે ઉઢજઙ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે, આરોપી દેવસી બોટ માં માછીમારી કરવા જતો હતો. જે હમણાં 4 દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. તેમજ મૃતક લાખુબેન મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી અને સાથે બાળકોને પણ અભ્યાસ કરાવતી હતી. લાખુબેન ના મોતથી તેમના બે દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

ઉના તાલુકામાં ચાર દિવસમાં બીજી હત્યા
ઉના તાલુકામાં ચાર દિવસમાં આ બીજી હત્યાની ઘટના છે, જેમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે. અગાઉ રવિવારે સીમર ગામમાં પણ પતિએ પત્નીની ચારિત્ર્ય અંગે શંકા રાખી હત્યા કરી હતી. આ બીજી ઘટનાઓથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.
ધરેલું ઝગડામાં માછીમાર પરીવાર વિખરાયો!
ઊના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં રહેતા મોટા ભાગના ના શ્રમિક પરીવારો માછીમારી નો વ્યવસાય કરતાં હોય છે પુરુષ દરીયાઈ ના પાણી વચ્ચે કાળી મજુરી કરતો હોય તો મહિલા ઘર આંગણે નાની મોટી છુટક મજુરી કામ કરી ઘર ચલાવતા હોય આમ તો અભણ માછીમાર ક્રુરતાપૂર્વક પોતાના ઘર ની મહિલા ને સામાન્ય ઘર કંકાસ હેઠળ હત્યા સુધી ઉતરી આવતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે