ઉનાના નાંદરખ ગામે તપાસ કરવા ગયેલ પોલીસ પર માથાભારે શખ્સોએ હુમલો કર્યો,2ની ધરપકડ અન્ય શખ્સોની શોધખોળ શરૂ
ઉના તાલુકામાં કાયદો અનેવ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતર માં ઉના તાલુકાના નાંદરખ ગામે પોલીસ સાથે બોલા ચાલી અને ઝપાઝપીની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવ બાદ લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઓ જ સલામત ન હોય તો સામાન્ય નાગરિકોનીસુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે?મળતી માહિતી મુજબ, દારૂના વેચાણ અંગે પોલીસને મળેલી વર્ધીના આધારે ઉના પોલીસના પરસોતમભાઈ ખુમાણ અને અક્ષય જાની સહિતની ટીમ નાંદરખ ગામે તપાસ માટે પહોંચી હતી. આ તપાસ દરમિયાન ગામમાં રહેતા અનિરૂધ્ધસિંહ કરણસિંહ ગોહીલ, અજિતસિંહ કરણસિંહ ગોહિલ, અજિતસિંહની પત્ની અને માતા સહિત ઘરના કેટલાક સભ્યો સાથે પોલીસની ઉગ્રબોલા ચાલી થઈ હતી. વાત એટલી વકરી ગઈ કે આ શખ્સો એ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, અનિરૂધ્ધસિંહ કરણસિંહ ગોહીલ અને અજિતસિંહ કરણસિંહ ગોહિલ સહિતના લોકોએ પોલીસ અધિકારીનો કોલર પકડી ગાળો આપી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાન જનક શબ્દો બોલી ફરજ માં રૂકાવટ ઉભી કરી હતી.આ ઉપરાંત પોલીસને ધમકી ઓ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરજ બજાવતા પોલીસ સાથે આવી ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઅંગેચિંતાવ્યક્ત કરવામાં આવી રહી છે.છેલ્લા કેટલાક સમયથી ઉના તાલુકામાં પથ્થરમારો, મારામારી, દુષ્કર્મ, છેડતી અને અન્ય ગંભીર ગુનાઓના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.આ ઘટના અંગે ઉઢજઙ મહાદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે “આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. આ બનાવે ફરી એકવાર ઉના તાલુકામાંકાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચર્ચા જગાવી છે
આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં અનિરૂધ્ધસિંહ કરણસિંહ ગોહીલ, અજિતસિંહ કરણસિંહ ગોહિલ તેમજ તેમના પરિવારના સભ્યો સહિત કુલ 5 શખ્શો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીઓ વિરુદ્ધ ઇગજની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ અને ફરજમાં રૂકાવટ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીઓનેઝડપીલીધા છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉના પોલીસ સ્ટેશન મા આવા ગંભીર ધટના અંગેની ફરીયાદો નોંધાવા છતાં મુખ્ય પોલીસ અધિકારી નું મૌન લોકો ની સલામતી માટે મુશ્કેલ બની રહ્યું છે નાના માછલા અને સામાન્ય ગુનેગાર સામે સુરાપુરા બનતી પોલીસ આવા અસમાજિક તત્વો ને કોના જોરે છાવરે છે તે અંગે અનેક સવાલો ઉભા કર્યા છે હવે તો પોલીસ પણ અસલામતી અનુભવી રહ્યાં છે અને પડકાર ક્ષમા ગુનેગાર ને તેનું સ્થાન પોલીસ બતાવશે ખરી?