Jai Hind

સુદર્શન સેતુ પર ગરબા રમી વીડીયો અપલોડ કરનાર મહિલા સામે ફરીયાદ

દ્વારકામાં જુના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણનો હુમલો

ઓખાના સુદર્શન સેતુ પરથી પસાર થઇ રહેલા યાત્રીકો સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધી મેળવવા માટે રિલ્સ બનાવી રહ્યા છે ત્યારે સુદર્શન સેતુ પર ગરબા રમી વીડીયો અપલોડ કરનાર મહીલા સામે ઓખા મરીન પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુ:ખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરીને તેમને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે બેફામ માર મારી ઈજાઓ કર્યાની તથા ગાળો કાઢી તેમને તથા સાહેદ યાસ્મીનબેનને ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મહિલાઓને માર મારવા
સબબ પાંચ સામે ફરિયાદ
દ્વારકામાં રહેતા સબાના સબીર ગુલામ ભેસલીયા નામના 24 વર્ષના મહિલા તેમના ઘરે હતા, ત્યારે જાકુબ હુસેન ભેસલીયા, જુમા હુસેન ભેસલીયા, હારુન જુમા, રેશમા રજાક અને યાસ્મીન જુમા ભેસલીયાએ બિભત્સ ગાળો કાઢી, છરીનો ઘા મારીને ઈજાઓ કર્યાની તથા તેમની સાથે સાહેદ સકીનાબેન તથા ફરિયાદી સબાનાબેનના નાના બહેનને પણ માર મારતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે બે મહિલાઓ સહિતમાં પાંચ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયા, મીઠાપુરમાં વિદેશી
દારૂ સાથે બે ઝબ્બે
ખંભાળિયાના શક્તિ નગર વિસ્તારમાં રહેતા ચંદુ રવજી ઘેડીયા નામના 49 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 7,800 ની કિંમતની વિદેશી દારૂની 6 બોટલ સાથે તથા ઓખા મંડળના મીઠાપુર તાબેના ગઢેચી વિસ્તારમાં રહેતા એભાભા મંગાભા સુમણીયા (ઉ.વ. 29) ને પોલીસે રૂપિયા 3,000 ની કિંમતની વિદેશી દારૂની 10 નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ગઢકા ગામેથી છ
જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામેથી પોલીસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નાગા રામશી ચાવડા, દેવરામ ઉર્ફે ભગત ડાયા ડાભી, હિતેન્દ્રસિંહ ઈન્દુભા જાડેજા, ભરત કરસન રાઠોડ, હરદેવસિંહ ભીખુભા જાડેજા અને દિલીપ અશોક રાઠોડને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,540 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિડીયો અપલોડ કરતા સબબ
મહિલા સામે કાર્યવાહી
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા તૃપ્તિબેન રમેશભાઈ વાઘેલાએ ઓખા મંડળમાં આવેલા સુદર્શન સેતુ પર ગરબા રમી, તેના અલગ-અલગ વિડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં અપલોડ કરતા, અડચણ ઊભી કરવા સબબ આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દ્વારકામાં પીધેલી હાલતમાં
વીજપોલ સાથે અકસ્માત
સર્જતા કારચાલક સામે ગુનો
દ્વારકામાં મોડીરાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. 03 કેપી 8501 નંબરની સ્વીફ્ટ મોટરકાર ચલાવીને કોમ્યુનિટી હોલ પાસે આવેલા પીજીવીસીએલના એક પોલ સાથે અકસ્માત સર્જવા સબબ રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ વિજયસિંહ ચાવડા (ઉ.વ. 30) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.