Jai Hind

સુત્રાપાડા ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ: ખેડૂતલક્ષી મુદ્દાઓ પર ચર્ચા અને હોદ્દેદારોનું ભવ્ય સન્માન

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મહત્વની બેઠક સુત્રાપાડા નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના હિત અને બેંકની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ બેંકના બે દિગ્ગજ નેતાઓની પક્ષમાં નવી નિમણૂક થતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ખેડૂતલક્ષી મુદ્દાઓ પર ભાર બેઠક દરમિયાન જિલ્લાના ખેડૂતોના આર્થિક ઉત્થાન, ખેતી ધિરાણ અને સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. બેંક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન
આ બેઠકમાં બેંકના અને સુત્રાપાડા ના યુવા નેતાની ની પ્રદેશ ભાજપમાં મહત્વની જવાબદારી સોંપાતા તમામ ડાયરેક્ટરો દ્વારા ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું: કિરીટભાઈ પટેલ (ચેરમેન, બેંક): જેમની પ્રદેશ ભાજપ દ્વારા યુવા મોરચાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.અને દિલીપભાઈ બારડ જેઓની પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને પ્રદેશ સંગઠન દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.આ પ્રસંગે બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખૂટી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ડાયરેક્ટર શ્રી જશાભાઈ બારડ, દિનેશ ભાઈ ખટારીયા, ઝવેરીભાઈ ઠકરાર
શ્રી મતી ચંદ્રકાબેન ચુડાસમા લક્ષ્મણભાઈ યાદવ ડોલી અજમેરા જેઠાભાઈ પાનેરા, હેમેન્દ્રભાઈ રાજાણી,વજુભાઇ મોવલિયા પૂજાભાઈ બોદર,
તેમજ બેંકના અન્ય તમામ ડાયરેક્ટરો, ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સહકારી ભાવના અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.