1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની સફળ કામગીરી
બાળ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી વિરેન્દ્રસિંહ મોરી, સભ્ય મુકેશભાઈ ખોડદા, સભ્ય પ્રવીણભાઈ બથવાર, સભ્ય હિરેનભાઈ શાહ, જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી જીતેન્દ્રભાઈ કારેલીયા, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના નરેન્દ્રસિંહ ડાભી, ચાઈલ્ડ હેલ્પ લાઈન કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, ચાઈલ્ડ હેલ્પ લાઈન સુપરવાઇઝર જીગ્નેશભાઈ આલ અને સી ડબલ્યુ સી કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા
બોટાદ જિલ્લામાં એક અજાણ્યું બાળક મળી આવતા એક જાગૃત નાગરિકે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનમાં કોલ કરી બાળક માટે મદદ માંગેલ. કોલ આવતાની સાથેજ તાતકાલિક ધોરણે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ બાળક ની મદદ માટે સ્થળ પર પહોંચેલ. અને સ્થળ પર પીસીઆર વાન હાજર હોય અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમે બાળકના વાલીને શોધવાના પ્રયત્ન કરેલ. અને અને આ અંગેની જાણ બાળ કલ્યાણ સમીતી બોટાદને કરવામાં આવેલ. અને બાળક સાથે વધુ વાતચીત કરતા જાણવા મળેલ કે આંગણવાડી થી ઘરે જતા રસ્તો ભૂલી ગયેલ છે. બાળકના વાલીનો કોન્ટેકટ થયેલ અને, બાળકના વાલી સાથે વાતચીત કરેલ અને તેમને જરૂરી પુરાવા લઈ અને બોટાદ બાળ કલ્યાણ સમિતિ ખાતે રજુ કરવામાં આવેલ અને બળક અને તેના માતા પિતાના જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવેલ અને બાળકના માતાપિતા ને બાળકની જવાબદારી અંગે ગંભીરતા પૂર્વક સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ. બાળકના માતા પિતા એ બાંહેધરી આપેલ છે કે હવે તેઓ બાળકને એકલા ક્યાય જવા નહીં દે અને આંગણવાડીએ પણ લેવા મુકવા જશે. આમ બાળકના માતાપિતા ને બાળકની કાળજી રાખવા જરૂરી સૂચના આપેલ અને બાળકનો કબ્જો તેમના માતા પિતાને સોંપવામાં આવેલ છે.