અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સુચના આપેલ હોય ગઇ તા.5 ના રોજ રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે રહેતાં આણંદભાઈ ગોબરભાઈ લાભકા નામનાં વેપારીએ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે રાધીકા હોટલની નીચે રાત્રીના બારેક વાગ્યે પોતાના મોટર સાયકલ હોટલની નીચે પાર્ક કરીને નવા આગરીયા તેમના ઘરે જતા રહેલ બાદ તા.6 ના સવારના બારેક વાગ્યાના અરસામાં વેપારી પરત આવતા તેમનું મોટર સાયકલ નં.જીજે -11-એજી-8135 કિમત રૂપિયા 20,000 ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા જે અંગેની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ ચોરી કરી નાસી ગયેલ અજાણ્યા આરોપીની ખાનગીરાહે તથા બાતમીદારો મારફતે ચોકકસ બાતમી મેળવી તથા ટેકનીકલ મદદ તથા સી.સી.ટી.વી ફુટેજની મદદ મેળવી આ ગુન્હાને અંજામ આપનાર જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતાં અને ડ્રાઇવર તરીકે કામ કરતાં લાલજીભાઇ ઉર્ફે લાલો ચોથાભાઇ સોલંકી તથા મનુભાઇ ઉર્ફે મનોજ નાથાભાઇ મકવાણા નામનાં આરોપીને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમા પકડી પાડી મુદ્દામાલ રિકવર રાજુલા પોલીસ ટીમે કર્યો હતો.