સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખે કર્યુ ઉદઘાટન
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ મરીન મેમલ સ્ટોક એસેસમેન્ટ ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ, ઈંઈઅછ-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી એ ના સહયોગથી, તેના વેરાવળ સંશોધન કેન્દ્ર ખાતે દરિયાઈ સસ્તન પ્રાણીઓ-મત્સ્યઉદ્યોગ માછીમારો ક્રિયાપ્રતિક્રિયા અને સંરક્ષણ પર એક વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સાગરપુત્ર ફાઉન્ડેશન ના પ્રમુખ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ભૂતપૂર્વ પ્રમુખ તુલસીભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના ઉદ્ઘાટન ભાષણમાં, તેમણે ગુજરાતના માછીમાર સમુદાયમાં દરિયાઈ સસ્તન પ્રાણીઓના સંરક્ષણ અને ધાર્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને દરિયાઈ સસ્તન પ્રાણીઓ-માછીમારી ક્રિયાપ્રતિક્રિયાઓ ઘટાડવા માટે અદ્યતન શમન પગલાં અપનાવવાની માછીમારોની તૈયારી પર ભાર મૂક્યો. આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રના પ્રભારી વૈજ્ઞાનિક આશિષ કુમાર ઝાએ કરી હતી. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ના સહાયક નિયામક કિશોરકુમાર વાણીયા અને સેન્ટ્રલ મરીન ફિશરીઝ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (ઈખઋછઈં) ના પ્રભારી વૈજ્ઞાનિક દિવુ ડી એ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઈંઈઅછ-ઈઈંઋઝ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રજીત કે કે ના સ્વાગત પ્રવચન થી થઈ હતી. ટેકનિકલ સત્ર દરમિયાન, વૈજ્ઞાનિક વિનય કુમાર વાસે (ઈંઈઅછ-ઈખઋછઈં) અને વૈજ્ઞાનિક પ્રજીત કે કે (ઈંઈઅછ-ઈઈંઋઝ) એ દરિયાઈ સસ્તન પ્રાણીઓના મહત્વ અને માછીમારી સાથે તેમની ક્રિયાપ્રતિક્રિયા પર વક્તવ્ય આપ્યું. આ કાર્યક્રમમાં લગભગ 50 માછીમારોએ ભાગ લીધો હતો.