તા.16મીએ સમાપનના દિવસે લોક ડાયરો: ગામજમણ
કાલાવડ તાલુકાના શિશાંગ ગામે આવેલ પવિત્ર શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે તા. 14ને શનિવારથી તા. 16ને સોમવાર સુધી ભવ્ય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત શિશાંગ ગ્રામજનોના સહયોગથી યોજાનાર આ મહોત્સવમાં આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ગામમાં આ પ્રસંગને લઈ આનંદ, શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.આ મહોત્સવની શરૂઆત સવારે 10:00 કલાકે સામૈયા સાથે થશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે શિવ પંચાયત દેવની પૂજનવિધિ અને બપોરે 12:00 કલાકે દેહ શુદ્ધિ વિધિ યોજાશે. બપોરે 3:00 કલાકે મૂર્તિ પૂજનવિધિ તથા સાંજે 5:00 કલાકે ધાન્યવાસ કાર્યક્રમ યોજાશે.તા. 15 માર્ચ, રવિવારે સવારે 10:00 કલાકે મૂર્તિ પૂજનવિધિ, બપોરે 12:00 કલાકે આરતી, બપોરે 3:00 કલાકે રાજ્યાભિષેક અને સાંજે 4:00 કલાકે અગ્નિ સ્થાપન વિધિ યોજાશે. ત્યારબાદ સાંજે 5:00 કલાકે વિશેષ આરતી અને થાળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મહોત્સવના અંતિમ દિવસે તા. 16 માર્ચ, સોમવારે સવારે 10:00 કલાકે મુખ્ય પૂજનવિધિ અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. બપોરે 12:00 કલાકે સમસ્ત ગામજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે શિવ પ્રાણ પ્રતિષ્ઠા, 3:30 કલાકે મિડા-શિખરની પુજનવિધિ અને સાંજે 4:00 કલાકે ધ્વજારોપણ વિધિ યોજાશે. સાંજે 5:00 કલાકે પૂર્ણાહુતિ અને મહા આરતી- મહાપ્રસાદ સાથે ધાર્મિક કાર્યક્રમોનો સમાપન થશે. રાત્રે 8:00 કલાકે ભવ્ય ડાયરો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ડાયરા કાર્યક્રમમાં જાણીતા કલાકારો પોતાની ભક્તિમય રજૂઆતથી શ્રોતાઓને ભાવવિભોર કરશે. જેમાં ભજન ગાયક વિશાલ વરૂ, ગાયિકા જાગૃતિબેન ગોહિલ, સાહિત્યકાર વાલભા ગઢવી અને ભજન ગાયક વિપુલ પ્રજાપતિ પોતાની કલાત્મક રજૂઆત કરશે.આ સમગ્ર મહોત્સવ દરમિયાન શાસ્ત્રી ભાવેશભાઈ નથુભાઈ પંડ્યા (પોરબંદર) દ્વારા વૈદિક વિધિ મુજબ તમામ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરાશે. આ પવિત્ર પ્રસંગ અનેક વિખ્યાત સાધુ-સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રિવાબા જાડેજા (શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય), આર.સી.ફળદુ ( પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાતરાજ્ય), કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રાઘવજીભાઈ પટેલ (પૂર્વ કૃષિ મંત્રી), જયેશભાઈ રાદડિયા (પૂર્વ કેબિનેટ મંત્રી),હકુભા જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી), બિપેન્દ્રસિંહ જાડેજા (સેક્રેટરી – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ), ગીતાબા જાડેજા (ધારાસભ્ય ગોંડલ),લગધીરસિંહ જાડેજા (જિલ્લા પંચાયત સદસ્ય, જામનગર),રાજદીપસિંહ જાડેજા (સામાજિક અગ્રણી, રીબડા), પીન્ટુ ભાઈ ખાટડી( સામાજિક અગ્રણી), પી.એસ. જાડેજા (દ્વારકા-જામનગર જિલ્લા ક્ષત્રિય સમાજ પ્રમુખ), પી.ટી. જાડેજા (આર.એ. પ્રમુખ – ગુજરાત યુવા સંઘ), કે.બી. જાડેજા (સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષત્રિય એસોસિએશન પ્રમુખ – શિશાંગ) સહિત અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.તેમજ નવલસિંહ જાડેજા, હરિશચંદ્રસિંહ જાડેજા, દાજી બાપુ, જયપાલસિંહ સરવૈયા, તેજુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિનોદભાઈ ગમારા, હીરાભાઈ બાંભવા, લાલજીભાઈ ગોપાલક, નાથાભાઈ માટીયા, વિરમભાઈ વકાતર, કરસનભાઈ ખાટરીયા, હાજાભાઈ ઢાંક સહિતના અગ્રણી મહાનુભાવો હાજરી આપશે.