Jai Hind

ધોરાજીના નાની મારડ ગામના જાડેજા પરિવારના આંગણે પૂ. લાલબાપુનું આગમન

ધર્મસભા-પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા: ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુકની હાજરી

ધોરાજીના નાની મારડ ખાતે સંત લાલબાપુની પધરામણી થતા જાડેજા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ ધોરાજી તાલુકા ના નાનીમારડ ખાતે સંતકૃપા ટ્રાવેલ્સના હરપાલસિંહ જાડેજા પરિવારના નિવાસ સ્થાને સંત લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથડ, ભક્તરાજ રાજુભગત,ભક્તરાજ દોલુભગત એ પધરામણી કરતા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ સાથે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક તેમજ આહિર સમાજના અગ્રણી દિલીપભાઈ ચાવડા હરપાલસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે નાની મારડ ગામના આગેવાનો, સહિત ના લોકો હાજર રહેલ હતા. આ તકે હરપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, રસિકભાઈ સૂરિયા, મિતરાજસિંહ, બ્રિજરાજ સિંહ, વિરપાલસિંહ સહિતના આગેવાનો તેમજ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, દિલીપભાઈ ચાવડા, દિલીપભાઈ જલુ, સહિત ધોરાજી રાજપૂત સમાજ સહિતના લોકો જાડેજા પરિવારના આમંત્રણને માન આપી ને ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે જાડેજા પરિવાર દ્વારા સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું.