Jai Hind

કથામાં કોઇ જમવા નથી આવતા જપવા આવે છે: મોરારિબાપુ

બગસરામાં માનસ મેઘાણી રામકથામાં પાંચમાં દીએ મોરારિબાપુએ સુચક ટકોર કરી

કથામાં કોઈ જમવા નથી આવતું, જંપવા આવે છે મોરારીબાપુ બગસરામાં ગવાઇ રહેલી રામકથા “માનસ મેઘાણી” આજે પાંચમા દિવસની કથામાં આરંભે પૂજ્ય મોરારીબાપુ એ ગ્રામીણ બહેનોના પ્રશ્નના સમાધાનમાં દેહ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વિશેનો સરળ સંવાદ સાધ્યો હતો. બાપુએ કહ્યું કે દેહને દેવ માનજો. આપણો દેહ એ જ આપણો દેવ છે. કપાળમાં તિલક કે ચાંદલો કરીએ, એ દેહ રુપી દેવની પૂજા છે. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરીને તૈયાર થઈએ એ ઠાકોરજીને થતો શણગાર છે. અરિસામાં આપણા પ્રતિબિંબનું દર્શન કરી અને ઠીકઠાક થઇને પ્રસન્ન થઈએ, એ દેવને કરાતું દર્પણ-દર્શન છે. એટલે દેહને સાચવજો.
સ્વામી રામતીર્થ કહે છે કે – “દેહ દેવાલય છે.” જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે- એટલે કે માનવ દેહ દુર્લભ છે. બાપુએ બીજી વાત એ કહી કે મનને મંત્ર માનજો. મનને મિત્ર બનાવજો. કબીરજી કહે છે કે તન કા મનકા ડાર કે, મન કા મન કા ફેર!” ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે -” ઈન્દ્રિયોમાં મન હું છું.”એટલે મનને જ મંત્ર બનાવજો.
ત્રીજું સમાધાન આપતા બાપુએ કહ્યું કે બુદ્ધિ એટલે મતિ. મતિને પાર્વતી સમજજો. આપણી બુદ્ધિ જેવી છે એવી- પણ એ ભવાની છે. ચોથું, ચિત્તને ઘરમાં એકાગ્ર કરવું – પરિવારમાં પરોવવું. વ્રજપતિમાં ચિત સ્થિર થાય કે ન થાય પણ પોતાના પતિમાં ચિત્તને સમર્પિત કરી દેવું. અને છેલ્લે, અહંકાર એ વાતનો રાખવો કે હું ક્યા કુળની દીકરી છું અને હું કોની પત્ની છું? એનો વિચાર કરવો. આ યાદ રાખશો તો અહંકાર ગર્વ નહીં આપે, પણ ખાનદાનીનું ગૌરવ આપશે.
કથા વિશે બાપુએ જણાવ્યું કે કથા આપણને ગમે છે એટલે આપણે કથામાં આવીએ છીએ. કથામાં આપણે જેવા હળવા રહીએ છીએ, એવા ઘરમાં ય રહી શકતા નથી. બહુ જ સૂચક રીતે બાપુએ કહ્યું કે “કથામાં કોઈ જમવા નથી આવતા, જંપવા આવે છે!”
મોરારિબાપુએ સરાણિયા જ્ઞાતિના લોકોને ત્યાં ભોજન લીધું
સામાન્ય માણસની ઘેરે પણ બાપુ જમવા બેઠા છે અને આ એટલા બધા લોકો રાજી થયા કે ન પૂછો વાત બાપુએ સામેથી જમવાનું કીધું અને સરાણિયા જ્ઞાતિ રાજી થઇ બાપુને જ્ઞાતિ કોઈપણ જાતનો ભેદભાવ વિના જમી લે છે.