Jai Hind

કેશોદનો નાસતો ફરતો આરોપી માંગરોળથી ઝબ્બે

કેશોદ ફેમીલી કોર્ટના કેશોદના સજા વોરંટ કામે છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીઓને માંગરોળ પોલીસે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર જે.જે. પટેલની સૂચના મુજબ માંગરોળ પોલીસ સ્ટેશન ફોજદારી પરચુરણ અરજીના ભરણ પોષણના ગુન્હાના આરોપી સોયબ જમાલભાઈ હલુડા (રહે. નવા કોટડા, સીમવાવ વાડી વિસ્તાર) ને પકડી પાડી, પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી માંગરોળ પી.આઈ. જે.જે.પટેલ તથા હેડ કોન્સ. પ્રકાશભાઈ અખેડ, દિલીપસિંહ મોરી, પો.કો. સંજયભાઈ જોટવા સાથે મળી કરેલ હતી.