એચડીએફસી અને એસબીઆઇ બહાર લાંબી કતારો લાગી
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પગાર તારીખે જ મોટાભાગના એટીએમના શટર ડાઉન નાણાં વગર શ્રમિકો પરેશાન; એચડીએફસી અને એસબીઆઇમાં લાંબી કતારો જોવા મળીકોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ મુખ્ય રોડ તેમજ એસઆઇજીસી રોડ પરની વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં આજે ટેકનિકલ ખામી અથવા રોકડના અભાવે શટર બંધ જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ખાસ કરીને જ્યારે શ્રમિકોના પગારનો સમય હોય ત્યારે જ આ સમસ્યા સર્જાતા હજારો મધ્યમવર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.શાપર-વેરાવળ એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જ્યાં દર મહિનાની 7 થી 10 તારીખ વચ્ચે હજારો કામદારોના પગાર થતા હોય છે.
આ દિવસોમાં જ રોકડની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ મુખ્ય રોડ પર આવેલી અનેક નામી બેંકોના એટીએમમાં નાણાં ખૂટી પડ્યા હતા અથવા મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેને કારણે શ્રમિકોને એક એટીએમ થી બીજા એટીએમ સુધી ધક્કા ખાવા પડ્યા હતા.
ઘણી મોટી બેંકો દ્વારા એટીએમમાં સમયસર કેશ લોડ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે, રાહતની વાત એ હતી કે ઇંઉઋઈ બેંક અને જઇઈં ના એટીએમમાં પૂરતા નાણાં ઉપલબ્ધ હોવાથી ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રમિકો પોતાનો પગાર ઉપાડવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા.વારંકવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને ખાસ કરીને પગારના દિવસોમાં એટીએમમાં પૂરતી રોકડ રહે તેવું આયોજન કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.