Jai Hind

જેતપુરમાં ચોરી થયેલા ત્રણ બાઇક સાથે ભેંસાણના શખ્સો ઝડપાયા

પ0 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીઓના અનડીટેક્ટ ગુના ગણતરીના કલાકમાં ડીટેક્ટ કરી, ત્રણ આરોપીઓને ચોરી કરેલ બે મોટર સાયકલ સાથે જેતપુર સીટી પોલીસ ટીમે પકડી પાડયા હતા.
ગઇ તા.07/03/2026 ના બપોરે આશરે ચાર વાગ્યાથી તા.08/03/2026 ના સવારના આશરે ચારેક વાગ્યાના અરશામાં ફરીયાદીની કાળા કલરનુ હિરો હોન્ડા કંપનીનું ગ્લેંડર પ્લસ મોટરસાયકલ જીજે-03-સીકે-2681 જેની કિંમત રૂા.30,000/- વાળી જેતપુર, જુના પાંચ પીપળા રોડ, અમૃત ડેરી એજન્સી સામે પાર્ક કરેલ મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ. જે અંગે જેતપુર સીટી પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.
એમ -1121302226-0187/2026, ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો.
જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન અને રાહબરી હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુ બાજુના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા તથા અત્રેના પો.સ્ટે. ખાતે કાર્યરત જેટ આઈ કેમેરાના આધારે ફુટેજ મેળવી પોકેટ કોપ તથા ઇ ગુજકોપમાં અગાઉના મિલ્કત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલ આરોપીઓ બાબતે તપાસ કરી, ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસના માધ્યમથી સદરહું ગુનો ડીટેક્ટ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સર્વેલન્સ ટીમને ખાનગી રાહે મળેલ હકીકત આધારે જેતપુર નકલંક રોડ ઉપરથી જેતપુર સીટી પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. અ-1121302226-0187/2026, ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2) મુજબના ગુનાના કામે ચોરી થયેલ હિરો હોન્ડા સ્પે લનડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે-03- સીકે -2681 ડીટેક્ટ કરેલ પોલીસે અંકિત દિનેશભાઇ સોલંકી, મુળ રહે. 100 વાર પ્લોટ વિસ્તાર, પરબ રોડ, ભેંસાણ.
સાગર મનસુખભાઇ સાગઠીયા, રહે. વાડલા ગીર ગામ, તા.તાલાળા, જી.ગીર સોમનાથ. (3) હિમાલીત ઉર્ફે શીવુ પરશુરામભાઇ લીંબાણી, રહે. 100 વાર પ્લોટ વિસ્તાર, પરબ રોડ, ભેંસાણની અટક કરેલ અને રાજ નવઘણભાઇ માંગરોળીયા, રહે. પરબ રોડ, ભેંસાણ વાળાની શોધખોળ શરુ કરી હતી.