આધાર કાર્ડ, આવકના દાખલા સહિતની કામગીરી કરાઇ
કોટડા સાંગાણી વહીવટી તંત્ર દ્વારા શાપર મુકામે ’સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બને તે રહ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ દ્વારા કુલ 51 જેટલી લોકસેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ તમામ સેવાઓનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક લોકોના સમય અને શક્તિનો બચાવ થયો હતો. કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અગ્રણીઓ ધર્મેશભાઈ: જિલ્લા પંચાયત સદસ્ય જતીનભાઈ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ તથા યુવરાજભાઈ: મહામંત્રીઓ જયેશભાઈ કાકડીયા: સરપંચ, શાપર અશ્વિનભાઈ ગઢીયા: ઉપપ્રમુખ, તાલુકા પંચાયત અને બાબુલાલ ગઢીયા: પૂર્વ સરપંચ ઉ5સ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ ખડેપગે રહીને લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કર્યું હતું. લોકપ્રતિસાદ શાપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ કાર્યક્રમમાં બોહોળી સંખ્યામાં અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેશનકાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિતની વિવિધ સેવાઓનો લાભ લોકોએ એક જ છત નીચે મેળવતા વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.