અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા રાજસ્થાનથી દબોચી લેવાયો
બાબરા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂ તથા વાહન અકસ્માતના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા રાજસ્થાનથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. અમરેલી પોલીસ અધિક્ષક દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અને ખાસ પ્રોહીબીશન તેમજ એન.ડી.પી.એસ.ના કેસોમાં ફરાર આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના આપેલ હોય હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનના ગુન્હા નં. 39/2010 કલમ 279, 337, 338 તથા એમ.વી.એકટ કલમ- 177, 184, 134 મુજબ તથા ગુન્હા રજી.નં.45/2010 કલમ 66 (બી), 65-એ-ઇ, 81 મુજબના ગુન્હાના કામે આશરે સોળ વર્ષ પહેલા આરોપી કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ પોતાના હવાલાવાળી કાર નં.ૠઉં-03-અઇ-6283વાળી પુર ઝડપે ચલાવી એક મોટર સાયકલ સાથે અથડાવી આ કામના ફરીયાદી સહિત બે લોકોને ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ હતો. આ કારમાં વગર પાસ પરમીટે પરપ્રાંતનો વિદેશી દારૂ બોટલ નંગ-393 કિમત રૂપિયા 1,17,900 તથા બિયરના ડબ્બા નંગ-168 કિમત રૂપિયા 16800 તથા મોબાઇલ ફોન રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 6,36,700 ના મુદ્દામાલ સાથે અગાઉ ત્રણ આરોપી પકડાઇ ગયેલ હતાં. આ બનાવમાં આરોપી કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ આટલા વર્ષો સુધી નાસતો ફરતો હતો. જે કામે કોર્ટ દ્વારા આ આરોપીનું ઈછઙઈ કલમ 70 મુજબનું વોરંટ ઇશ્યુ કરેલ હતુ. આ છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે. રાજસ્થાન) જેનું નામ સરનામુ અધુરૂ હોય જે બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી રાજસ્થાનના જાખલ ગામ ખાતે તપાસ કરી નાસતા ફરતા આરોપીને તા.12ના રોજ (જાખલ ગામ રાજસ્થાન) ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ બાબરા પોલીસને સોંપી આપેલ છે.