Jai Hind

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરની અછતથી હાલાકી તડકામા લાઈનમાં ઉભા રહેવા લોકો મજબૂર

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર માટે લોકોની હાલાકી સામે આવી રહી છે. સાવરકુંડલા શહેરમાં આવેલ એરોગેસ ઇન્ડિયન સિલિન્ડર બુકિંગ ઓફિસ ખાતે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક ગેસ સિલિન્ડર મેળવવા માટે ગૃહિણીઓ અને વડીલો સવારથી જ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.એજન્સી તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે જેમ પુરવઠો આવશે તેમ વિતરણ કરવામાં આવશે.સાથે સાથે અત્યારે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે પણ ગેસનો પુરવઠો થોડો ખોરવાઈ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે,
જેના કારણે માંગ વધારે અને જથ્થો ઓછો થવાથી લોકોની ભીડ જોવા મળી રહી છે.
ઉનાળાની કાળજાળ ગરમી હોવા છતાં ઓફિસ બહાર છાંયો કે ઠંડા પાણી જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લાઈનમાં ઉભેલા વૃદ્ધ અને અશક્ત લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોની માંગ છે કે ગ્રાહકોને યોગ્ય સુવિધા મળે, ગેસ વિતરણ વ્યવસ્થા સુધારવામાં આવે અને આવી સ્થિતિ ફરી ન સર્જાય.