Jai Hind

દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણની બેઠક યોજાઈ

ભૂગર્ભ જળસ્તર વધારવા તંત્રના વિવિધ વિભાગોને સુચના અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં આ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવનાર જળસંચયને લગતા વિવિધ કામોના આયોજન અંગે ક્ષાર અંકુશ વિભાગ, પંચાયત સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા બોર્ડ, વન વિભાગ, નગરપાલિકાઓ વિગેરે સંકળાયેલ વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભ જળસ્તર વધારવા માટે વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા જળસંચય માટેના વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.
આ વર્ષે 23 ફેબ્રુઆરીથી 31 મે દરમ્યાન સમગ્ર રાજ્યમાં આ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ, રેઇન વોટર હાર્વેસિ્ંટગ વિગેરે કામો હાથ ધરવામાં આવશે.