જંગલો કપાતા શિકાર માટે ભુંડો નીલ ગાયોની વસ્તી ઘટતા ખોરાક-પાણી અને રહેણાક માટે માનવ વસ્તી વાળા શહેરોમાં સિંહો આવવા લાગ્યા: ગત વર્ષે 31 જેટલા સિંહોના મોત થયેલા: સરકારે સિંહો માટે ખોરાક-પાણી- રહેઠાણની વ્યવસ્થા કરવી જોઇએ તેમ કહેતા વિવિધ સંસ્થાના અગ્રણીઓ
ભારત નુ બહુમુલ્ય પ્રાણી એવા સિંહ ની પ્રજાતિ ફક્ત ગુજરાત અને તેમા પણ ગીર વિસ્તાર મા વસે છે. જુનાગઢ અમરેલી ભાવનગર જીલ્લામા સિંહો ના સૌથી વધારે વસવાટ નોંધાયો છે. સિંહોના સંરક્ષણ સંદર્ભે હાલ ચીંતા જનક સ્થીતિ છે ગત સમય મા 31 જેટલા સિંહો ના મૃત્યુ ની ઘટના આઘાત જનક કહી શકાય તેમનો વસવાટ પહેલા ફક્ત ગીર વિસ્તાર પુરતો સિમીત હતો પરંતુ જંગલો કપાતા ગીરનો વિસ્તાર ઘટી ગયો સાથો સાથ ગીર મા માલધારીઓ અને પશુઓ ની સંખ્યા ઘટી જેને કારણે સિહો જંગલ છોડી ને બહાર વસવાટ કરતા થયા તેમા ખાસ કરી ને દરીયાઈ વિસ્તાર મા બાવળ અને બંજર વિસ્તારમાં નીલગાય, ભૂંડ, રોઝ જેવા શિકાર થઈ શકે તેવા પ્રાણીઓ નો વસવાટ હોય સિંહ ત્યા વસતા થયા છે.પરંતુ તેમનુ જીવન ટકી રહે તે હેતુ થી ફોરેસ્ટ વિભાગે આયોજન કરવુ રહ્યુ.
હાલ સૌથી વધારે સિંહો અમરેલી જિલ્લામા છે તેને પીવા માટેનું પાણી મળી રહે છે અને સરકાર ટેન્કરો મારફત કુંડીઓ ભરવામા આવે છે. પણ કુંડીઓ જ્યાં સિંહો ના વસવાટ છે ત્યાં પણ હોતી નથી. હાલ સિંહ નો વસવાટ છે તે દરિયા કિનારામાં ભૂંડડા અને નીલ ગાયો હતી તે સિંહો માટે ખોરાક રૂપ હતી. પરંતુ બે વર્ષમાં નીલગાયો અને ડુક્કર તો જોવા મળતા નથી જે જંગલમાં જ રહેતા હતા અને સિંહને ખોરાક સારો મળતો હતો. પાણી પીવા માટેની કુંડીઓ પણ બાવળની જાડીઓમાં હતી જે પાણી અને ખોરાક બંને મળતા હોવાથી સિંહો નિરાંતેથી જંગલમાં પડ્યા રહેતા. હવે બંને એવું છે કે જંગલમાં ઘાસની વિડિઓ અને ગામની પડતર જમીનમાં બાવળો હતા તેમાં નિરાંતે બેસી રહેતા અને ખોરાક મળતો હવે મળતો નથી તેને કારણે અમરેલી જિલ્લામાં સિંહો માણહ પર હુમલો કરતા થયા ને 10 જેટલા માણસો સિંહના શિકાર થઈ ગયા. અનેક ને ઈજાઓ કરી અને શિકારને ગોતવા સિંહો ગામમા ફરતા જોવા મળ્યા છે. અને આવી ઘટનાઓ સીસી કેમેરામાં કાયમ આપણને જોવા મળે છે. સિંહ માનવ વસ્તીમા શિકાર કરે તો ત્યારે સરકારને પણ પશુના અને મૃતકને માણસની મોટી સહાય ચુકવવી પડે છે. સિંહ પ્રેમીઓ તથા સંસ્થાઓ ના અગ્રણીઓ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ સિહો ના બચાવવા અને સંવર્ધન પાછળ ખર્ચ કરવા છતાં તંત્ર દ્વારા પશુધન માણસે રક્ષણ આપી શકાતુ નથી જ્યારે પાણીની કુંડીઓ તથા ખોરાક ની વ્યવસ્થા સરકાર દ્વારા થાય તે જરુરી છે. સરકારે બજેટમાં ગ્રાન્ટની જોગવાઈ કરી ને સિહો માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે તો સિંહો ગામડામાં ઘૂસે નહીં અનેવાડીઓમાં શિકાર કરવા જાય નહી જેથી આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકલી શકે. બે વર્ષમાં નીલગાય રખડતા ઢોર,ભૂંડ જેવા પ્રાણીઓ પશુઓ સાવ નહીવત થઈ ગયા છે. હવે આ માટે સરકાર સિંહ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. દાખલા તરીકે સફારી પાર કમાં ખોરાક આપવામા આવે છે.
સાસણગીરમાં ખોરાક આપે છે. તે રીતેજ અમરેલી જુનાગઢ ભાવનગર જીલ્લા મા વસતા સિંહો ને ખોરાક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા પણ અમુક જગ્યાએ કુંડીઓ પાસે ખોરાક આપવો જોઈએ જેથી આ વિસ્તારમાં સિંહની સુરક્ષા રહે ને માણસની પણ સુરક્ષા થઈ શકે. રાત્રીના ગામમાં ઘૂસી ન જાય અને તે પ્રશ્ન કાયમી હલ થાય કારણ કે ખોરાક માટે જ સિંહ માનવ ભક્ષી બને છે.સરકાર ની સાથોસાથ આમ જનતાએ પણ સરકારના કાર્ય મા સહકાર આપવો જોઈએ. ગીર વિસ્તાર મા આવેલી વાડીઓ મા સ્વ ખર્ચ કરી ને પાણી ની વ્યવસ્થા તેમજ સિંહો ને તેની જીવન શૈલી મા ખલેલ ન પડે તેવુ આયોજન કરવુ જોઈએ. સિંહો ના શો કરી ને તેને પજવવામા આવે છે તેવી ઘટનાઓ જોવા મળે છે તે અયોગ્ય છે.ગુજરાતના ગૌરવ સમા સિંહોને બચાવવા સામાજિક સંસ્થાઓએ પણ ફોરેસ્ટ વિભાગ સાથે મળી ને સિંહોના સંરક્ષણ, સલામતી, સંવર્ધન માટે આયોજન કરવુ જોઈએ.રાજુલા ના વિપુલ લહેરી સિંહ સંદર્ભે વિવિઘ કાર્યક્રમ કરતા રહેછે તેમજ રાજુલા ના કવિ શશિભાઈ કવિતાઓ દ્વારા સિંહો પ્રત્યે સંવેદના લખતા રહે છે. સરકાર આમ જનતા, વનવિભાગ, અને અધિકારીઓ, પદાધિકારીઓના સહિયારા પ્રયાસોથી સિંહોનુ સંરક્ષણ સંવર્ધન અને પાલન પોષણ યોગ્યરીતે થઈ શકશે.
સૌરભ સંસ્થાન રાજુલા ના પ્રમુખ શશીભાઈ રાજયગુરુ એ જણાવ્યું કે સિહો વન સંરક્ષણ અધિનિયમ શિડ્યુલ -1 મા આવતુ પ્રાણી હોય તેના સંરક્ષણ સંવર્ધન અને પાલન પોષણ ની જવાબદારી સારકાર ની સાથો સાથ આમ જનતાની પણ છે.સરકાર ના વન વિભાગ પુરી નૈતિકતા થી સિંહો પ્રત્યે સંવેદના જાળવે ને આમ જનતા સિંહો ને પુરતુ રક્ષણ આપે તે જરુરી છે.
જાફરાબાદ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અને ખેડૂત અગ્રણી અનિરુધ્ધભાઈ વાળા એ જણાવ્યુ હતુ કે સિંહો ના વસવાટ વિસ્તાર મા હવે ડર નો માહોલ છે. ખોરાક માટે સિંહનો આંખો પરિવાર નીકળે છે. ને ગામમાં ઘૂસી જાય છે. એકવાર આવ્યા પછી વારંવાર આવ્યા કરે છે. જેથી હવે ખેડૂતો પણ રાત્રિના તો ખેતરે જતા બંધ થયા છે.ઘરના મકાન કે વાડામાં સિંહ આવી જતા તે પણ પેક કરવા પડ્યા છે. સરકાર ખોરાક અને પાણી ની પુરતી વ્યવસ્થા કરે તો સિંહ ગામ મા કે ઘર સુધી આવે નહિ અને સાથોસાથ ખેડૂતો પણ તંત્ર ને સહકાર આપે તેમ જણાવ્યુ હતુ.
વલ્ડ લાઈલ્ડ લાઈફ ના વિપુલભાઈ લહેરીનું કેવું છે કે જંગલ ખાતાએ પાણીની કુંડીઓ બનાવી છે પણ પૂરતા પ્રમાણમાં બનાવી નથી કે નિયમિત ભરાવી જોઈએ અને સિંહોની સુરક્ષા માટે પેટ્રોલિંગ પણ વધારવું જોઈએ તેમજ સિંહો ને જોવા યોજાતા લાયન શો કરતા લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ.