ઉનાળાના પ્રારંભે રોગચાળો ઘટયો હોવાનો દાવો, કમળો, ડેન્ગ્યુ અને ટાઈફોઇડના દર્દીઓ દેખાયા
રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં રોગચાળાના કેસમાં ફરી ઘટાડો થયાનો દાવો મનપાના આરોગ્ય વિભાગે કર્યો છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુનો એક સહિત માત્ર 1093 દર્દીની નોંધ થઇ છે. છતાં ડેંગ્યુ ઉપરાંત ટાઇફોઇડ ઉપરાંત કમળાના પણ એક-એક કેસ બહાર આવ્યા છે.
મેલેરીયા વિભાગના રીપોર્ટ મુજબ તા.9-3થી 1પ-3 સુધીના સપ્તાહમાં ડેંગ્યુનો એક, શરદી-ઉધરસના 488, સામાન્ય તાવના 446, ઝાડા-ઉલ્ટીના 1પ6, ટાઇફોઇડનો 1 અને કમળા તાવનો 1 કેસ ચોપડે ચડયો છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે અઠવાડિયામાં 1011 કલોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થલળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે સપ્તાહમાં 13664 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 1421 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
શહેરમાં ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી ચાલુ છે. જેમાં રહેણાક સિવાય અન્ય 143 મિલ્કતોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 121 અને કોર્મશીયલ 32 આસામીને નોટીસ આ5વામાં આવ્યાનું પણ મનપાએ જણાવ્યું હતું.