Jai Hind

દ્વારકાના વસઈ ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા

પોલીસે 26,570ની રોકડ મળી રૂ.91 હજારનો મુદામાલ કબ્જે કર્યો

દ્વારકાના વસઈ ગમે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂ. 26570ની રોકડ મળી રૂ.91 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
દ્વારકા થી આશરે 12 કિલોમીટર દૂર વસઈ ગામના વાડી વિસ્તારમાં એક મંદિર પાસે બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા કાનાભા આલાભા માણેક, ભીમાભા જોધાભા સુમણીયા, વીધાભા હધાભા માણેક, કરણસિંહ હધાભા માણેક મીયાભા પાલાભાઈ માણેક, મોમાયાભા નકીયાભા ભઠડ, ગાંગાભા જોધાભા સુમણીયા, અને મણકાભા ઉર્ફે માણેકભા મુરુભા માણેક નામના આઠ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 26,570 ની રોકડ રકમ તથા રૂપિયા 25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 40 હજારના બે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 91,570 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવી હતી.
આ સમગ્ર કાર્યવાહી દ્વારકા પોલીસ મથકના પી.આઈ. એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ થારીયાભાઈ સુમણીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને જેસાભાઈ આંબલીયાની બાતમીના આધારે કરવામાં આવી હતી.