ચકચારી કાંડનો આખરે ચુકાદો આવ્યો,, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
34 આરોપી નિર્દોષ, મૃતક પોલીસ અધિકારી સામે કેસ રદ કર્યો
સુપ્રિમ કોર્ટે,સી આઈ ડી ક્રાઈમ અને ગૃહમંત્રીની સિધી દેખરેખ હેઠળ કેસ ચલાવાયો
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સમઢિયાળાના વર્ષ 2016 ના દેશ ભરમાં ચકચારી કાંડનો કેસ વેરાવળની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટના જજ પંડ્યાની કોર્ટમા ચાલી જતાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે ગત તા. 11/7/2016 ના સમઢીયાળા ગામે મરેલ ઢોરની ખાલ ઉતારતા પરીવારને ગૌ રક્ષક લોકોએ મારમારેલ અને ફોરવ્હીલમાં લઈ જઈ ચાર જણાને ગાડી પાછળ બાંધી જાહેરમા મારતા મારતા સરધસ રૂપે ફેરવી ઢોર મારતા લઈ ગયા હતા આ સંબંધે પોલીસ ફરીયાદ ઉના પો.સ્ટે.માં નોંધાઈ હતી. જે ગુના ની પ્રથમ ઉના પોલીસ અને ત્યારબાદ તપાસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા કરી કુલ 41 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાયેલ હતી.જે દરમિયાન એક પોલીસ અધિકારીનુ અવશાન થયેલ હતુ.ત્યારબાદ 40 આરોપીઓ સામે આ કેસ વેરાવળના બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલેલ હતો.જેમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. છુટા થતાં ડી.જી.પી.ગીર સોમનાથના ને કેસ ચલાવવા કાયદા વિભાગ દ્વારા આદેશ કરવામાં આવેલ હતો.આ કેસમાં સરકાર પક્ષે ડી.જી.પી. કેતનસિંહ વાળાએ આશરે 240 જેટલા સાહેદોને તપાસેલ અને લેખીત તથા મૌખિક દલીલો કરેલ જેના આધારે વેરાવળના સ્પે. એટ્રોસીટી કોર્ટના જજ જે.જે.પંડયા એ ઈ.પી.કો. કલમ 323,324,342,504 તેમજ એટ્રોસીટી એકટની કલમ 3(1)(ડી) તથા 3(1)(ઈ), (આર), (એસ), (યુ) અન્વયે 41 આરોપી પૈકી રમેશ ભગવાન જાદવ,રાકેશ રસીક જોશી, નાગજી ડાયા વાણીયા, પ્રમોદગીરી રમેશગીરી ગૌસ્વામી અને બળવંતગીરી ગૌસ્વામી ને આ કેસમાં તકસીરવાન ઠેરવેલ છે.આ આરોપીઓની સજાના હુકમ માટે કોર્ટે મુલતવી રાખેલ હોવાનું મુખ્ય જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ યાદીમાં જણાવ્યું હતું. કુલ 35 આરોપી ને આ ચકચારી કેસમાં નિર્દોષ જાહેર કરતા તેમના પરીવાર જનો એ લાબી કાનુની લડત અને ચકચારી કેસમાં થી મુક્તિ મળતા ખુસી ની લાગણી ફેલાઇ હતી
દેશ ભરમાં ચકચારી બનેલા આ કેસ ચાલતો હોવાથી ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ સાહેદો ને લાવવામાં આવ્યા હતા અને લાબી દલીલો વકીલો દ્વારા કરાયેલ હતી આખરે આ સમગ્ર કેસમાં પાંચ આરોપી સામે ગુન્હો સાબીત થતાં તેની સજા અંગે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા પછી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
શું હતી કેસની તમામ હકીકત અને કેમ સર્જાયો કાંડ!!
વર્ષ 2016 મા મોટાં સમઢિયાળા ગામે એક ભરડિયા નજીક મરેલા જનાવર ની ખાલ ઉતારવાનું કામ કરતાં દલીત સમાજના પરીવાર ના પર કથિત ગૌરક્ષકો એ ગાય મારી હોવાનો આક્ષેપ મુક્યો હતો અને એકજ પરીવાર ના પાંચ લોકો ને દોરડે બાંધી ઢોરમાર માર્યો હતો અને મારતા મારતાં ગાડી પાછળ બાધી પોલીસ સ્ટેશનમાં નાખી ગયાં હતાં અને ત્યાર બાદ અનુસૂચિત સમાજના આગેવાનો દોડી આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસ વડા કલેકટર સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા આ કેસ સૌરાષ્ટ્ર નહીં ગુજરાત અને દેશ ભરમાં ચકચારી ઘટના બની હતી
દેશ ભરના રાષ્ટ્રિય નેતાઓ સમઢિયાળા દોડી આવ્યા હતા
ચકચારીત આ ઘટના દેશ ભરમાં ગાજ્યો હતો અને દરેક પાર્ટી ના રાષ્ટ્રિય નેતાઓ મીડીયા એ અંદાજીત દોઢેક માસ સુધી આ પીડીત પરીવાર ની મુલાકાત લીધી હતી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ જેતે સમયે સમઢિયાળા ગામે દોડી આવ્યા હતા અને કેસ અંગે સ્પેશિયલ કોર્ટે મા ચલાવવા અને સરકારી વકીલ ની નિમણૂક કરી હતી ત્યાર બાદ સી આઈ ક્રાઈમ દ્વારા તપાસ કરીને દરેક સાહેદો ને હાજર રાખવામાં આવ્યા હતા સીધી સુપ્રિમ કોર્ટે ની અને ગૃહમંત્રી નીનિગેહબાની હેઠળ કેસ ચાલ્યો હતો
કેસના ચુકાદા થી પીડીત પરીવાર અસંતુષ્ટ
આ કેસ ના પીડીત વસરામભાઈ સરવૈયા એ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે જે કોર્ટ મા કેસ ચાલ્યો છે અને ચુકાદો આપ્યો છે તે ચુકાદા થી પીડીત પરીવારઅસંતુષ્ટ છે અને આ બાબતે ચુકાદા ની નકલ મળ્યા બાદ તેનો અભ્યાસ કરી વકીલો સાથે પરામર્શ કર્યા બાદ ઉપલી કોર્ટમાં અપીલ મા જવું તેવું જણાવ્યું હતું
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો!
16 માર્ચના ચકચારી કેસનો ચુકાદો જાહેર કરવામાં આવનાર હોવાથી ઉના કોર્ટમા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ ઉપરાત આ કેસમાં સામતેર ગાગડા અને સમઢિયાળા વિસ્તારના ગ્રામિણ વિસ્તારના આરોપી હોવાથી આ વિસ્તારમાં પણ મોટાં પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે