એટ્રોસિટી એકટ હેઠળ વેરાવળની સ્પે. એટ્રો. કોર્ટે તકસીરવાન ઠેરવ્યા: પીડીત પરિવારમાં અસંતોષ: આ ન્યાય નહી અન્યાય છે
ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવાબાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી ’ઉના કાંડ’માં 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો (આશરે 340 પેજ) આવ્યો છે.વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશજાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી ને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
ઉના કાંડ દોષિતોને ફટકારાયેલી સજાની વિગત કલમ, એટ્રોસિટી એક્ટ (મુખ્ય કલમ) 5 વર્ષની સખત કેદ, આઇપીસી કલમ 323/24 (માર મારવો)3 વર્ષની સજા, આઇપીસી કલમ 504 (અપશબ્દો બોલવા)2 વર્ષની સજા, આઇપીસી કલમ 342 (ગેરકાયદે અટકાયત)1 વર્ષની સજા, આર્થિક દંડ પ્રત્યેક આરોપીને રૂ. 5,000 નો દંડ કર્યો હતો,
સજાનો અમલ અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ એકીસાથે (ઈજ્ઞક્ષભીિયિક્ષિ)ં ભોગવવાની રહેશે, એટલે કે, મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે. આ કેસના આરોપીઓ અગાઉ જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી, કોર્ટે ફટકારેલી 5 વર્ષ ની સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈછે.આથી, તેઓની જેલમુક્તિનો માર્ગ મોકળોથયોછે.’ઇજાગ્રસ્તોને મૃત્યુ પામે તેવી ગંભીર ઇજા થઇ ન હતી, જેથી કલમ 307 હેઠળ ગુનો બનતો નથી’ તેવું વિજય માવધિયા, આરોપીઓના વકીલ એ જણાવ્યું હતું સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સમગ્ર ચુકાદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ’આરોપીઓ અગાઉ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી, કોર્ટે ફટકારેલી 5 વર્ષની સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે તમામ સજાઓ એકીસાથે ભોગવવા ની રહેશે, એટલે કે, મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે :વિજયમાવધિયા આરોપી પક્ષના વકીલ એ કહ્યું હતું કોર્ટે સંભળાવેલી સજાને લઈ પીડિત પરિવારે અમારા પ્રતિનિધિ સાથે વાતકરીપોતાનીપ્રતિક્રિયાઆપીતેમાંઆચુકાદો’ લોકશાહી ખતમ કરવાળું જજમેન્ટ’ : ગણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડ મામલે વેરાવળ સ્થિત સેશન્સ કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આ કેસમાં સેશન્સ જજ પંડ્યાએ પાંચેય દોષિતોને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે, જેને લઇ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.કોર્ટના આદેશ મુજબ, તમામ સજાઓ એકસાથે (ભજ્ઞક્ષભીિયિક્ષિ)ં ભોગવવાની ગણાશે. મહત્વપૂર્ણ બાબત છે
આ પરિસ્થિતિમાં, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ દોષિતોને જેલમાંથી મુક્ત થવાનો માર્ગ પણ ખુલ્લો બન્યો છે. આ ચુકાદાને લઈને પીડિત પક્ષમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા કોર્ટ પરિસર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઉના કાંડનો આ કેસ રાજ્ય ભરમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો અને આજે આવેલા આ ચુકાદાએ એક મહત્વપૂર્ણ કાનૂનીઅધ્યાય ને પૂર્ણતા તરફ દોરી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના કેમ ચકચાર જાગી હતી!!
11 જુલાઈ 2016ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે, કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમરસતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે.
પોલીસ કર્મીઓ સહિત 37 આરોપી નિર્દોષ
આ કેસમાં કુલ 42 આરોપી સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મી સામે તપાસ થઇ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન ઙજઈં પાંડે, તત્કાલીન ઉના ઙજઘ કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઇ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીમાંથી બે આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા
ઉના કાંડમાં દોષિતોને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી. સેશન્સ જજ પંડ્યા દ્વારા પાંચેય આરોપીઓને સજા સંભળાવવામાં આવી. એટ્રોસિટી એક્ટ હેઠળ તમામને 5 વર્ષની સજા ઈંઙઈ 523, 524 હેઠળ 3 વર્ષની સજા ઈંઙઈ 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા તમામ આરોપીઓને 5,000નો દંડ ફટકારાયો કોર્ટનો આદેશ: તમામ સજા એકીસાથે ભોગવવાની રહેશે.
ઉના કાંડના ચુકાદા મુદ્દે જિજ્ઞેશ મેવાણી બપોરે 3 વાગે પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી દ્વારા ઉના કાંડમાં ફક્ત 5 આરોપીને સજા અને બાકીના 37ને છોડી મૂકવાના મામલે આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે બપોરે 3:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવા ના હોવાનું જણાવ્યું હતું
35થી વધુ આરોપીઓ હાજર હોવાથી કોર્ટ રૂમ ભરચક્ક
ઉના કાંડના દોષિતોને સજા સંભળાવવાનું શરૂ થતાં ન્યાયાધીશ દ્વારા સુનવણી સમયે કોર્ટમાંથી ઉના કાંડ કેસના વકીલો સિવાય તમામને કોર્ટ રૂમ ખાલી કરવા વિનંતી કરી. કોર્ટ રૂમમાં દોષિતો, સરકારી વકીલ અને આરોપીઓના વકીલ જ હાજર રાખવામાં આવ્યા હતા
‘આ ચુકાદો ન્યાય નહીં, પરંતુ અન્યાય સમાન છે’ : પીડિત વશરામ સરવૈયા
37 આરોપીને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને લઈને પરિવાર ભારે નારાજગીમાં છે. પીડિત પક્ષનું માનવું છે કે, કેસમાં પૂરતા પુરાવા હોવા છતાં આરોપીઓને છૂટકારો મળવો ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વશરામ સરવૈયાએ જણાવ્યું કે અમારી સાથે થયેલા અત્યાચારને અમે ક્યારેય ભૂલી શકીએ નહીં, અને આ કેસમાં ન્યાય મેળવવા માટે અંતિમ શ્વાસ સુધી લડત લડશું.પીડિત પરિવારે હવે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારીમાં છે. પરિવારનું કહેવું છે કે, ન્યાય માટેનો સંઘર્ષ હવે વધુ મજબૂત બનશે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ નહીં હટે.ચુકાદા બાદ એક અન્ય ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓથી પરિવારને ભયનો માહોલ સર્જાયો હોવાનું પીડિતોએ જણાવ્યું છે. સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરતાં પરિવારએ પ્રશાસન પાસે યોગ્ય રક્ષણની માગ પણ કરી છે.પીડિત પરિવારમાં અસંતોષ, વેરાવળ કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટે અને સુપ્રીમ સુધી લડવાની તૈયારી દર્શાવી છે
મોટા સમઢીયાળા પીડિત પરિવાર બાલુભાઇના ઘરે છેલ્લા
10 વર્ષથી પોલીસ અને જછઙનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે
’પીડિત પરિવાર અસલામતી અનુભવી રહ્યો છે’ : સમાજ અગ્રણી આ ચુકાદાથી ક્યાંક ને ક્યાંક જે શાંતિનો માહોલ હાલ દેશમાં છે, તે માહોલ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને હાલ પણ પીડિત પરિવાર અસલામતી અનુભવી રહ્યો છે. ચુકાદા બાદ અમારો પરિવાર ભયભીત છે, મારા પિતા ચૂકાદો આવ્યો ત્યાર બાદથી જમ્યા નથી’ઉના કાંડના ફરિયાદી વશરામભાઇ સરવૈયા પણ આજે નામદાર કોર્ટ દોષીતોને સજા સંભળાવાના છે એ પહેલાં જણાવ્યું હતું કે, સરકારે પણ જે વાયદા આપ્યા એ પણ પુરા કર્યા નથી. આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યા બાદ અમે આગળ ચુકાદો વાંચી હાઈકોર્ટ સુધી પણ જઈશું.પીડિત પરીવારના બાલુભાઈ સરવૈયા કોર્ટ જે ચુકાદો આપ્યો છે. તેનાથી ખુશ નથી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોટા સમઢીયાળા મુકામે આવીને જે વાયદા કર્યા એ પણ પુરા કર્યા નથી.
વેરાવળ કોર્ટ પરિસર પોલીસ બંદોબસ્ત, એલસીબી, એસઓજી સહિત વેરાવળ સીટી પોલીસ સર્વેલન્સ સ્ક્વોડ તહેનાત
ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડ મામલે આજે વેરાવળ કોર્ટમાં દોષિતોને સજા સંભળાવવાની પ્રક્રિયા હાથ ધરાનાર હોવાથી સંવેદનશીલ ગણાતા આ કેસને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વિગતો મુજબ, જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઉપરાંત શહેર અને જિલ્લા પોલીસના અનેક જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કોર્ટ પરિસર ના પ્રવેશ-નિષ્ક્રમણ પર કડક નજર રાખવામાં આવી રહી છે.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કોર્ટ વિસ્તારને સંપૂર્ણ રીતે સિક્યુર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અફવા, ભીડ કે અણઘડ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ કરી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસની નજર કડક બનાવવામાં આવી છે
ઉના કાંડ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો હોવાથી ચુકાદા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઉના કાંડ જેવો સંવેદનશીલ કેસ ફરી એકવાર ન્યાય વ્યવસ્થાને લઈ પ્રશ્નચિહ્નો ઉભા કરી રહ્યો છે. એક તરફ કોર્ટનો નિર્ણય છે, તો બીજી તરફ પીડિત પરિવારની પીડા અને આક્રોશ-આ બંને વચ્ચે હવે ન્યાય માટેની લડતનો આગામી અધ્યાય શર થવાનો ન્યાય માટેની લડતનો આગામી અધ્યાય શરૂ થવાનો છે.