Jai Hind

ઉના, ગીરગઢડા તાલુકામા ઉનાળાના પ્રારંભે પીવાના પાણીનફો પોકાર ઉઠ્યો, કોંગ્રેસ એ આપ્યું આવેદન

રાવલજૂથ અને મચ્છુનદી ડેમ જૂથમાંથી પાણી આપવા ઉઠી માંગ

ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઉનાળો બેસતાં ની સાથે પાણી ની સમસ્યા દેખાવા લાગતા લાગતા વળગતા ગામો ને રાવલ જુથ અને મચ્છુ નદી ડેમ જુથ યોજના હેઠળ પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું કરવાં ની માંગણી સાથે ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી
ગત ચોમાસા માં રાજ્યમાં એકીસાથે ભારે વરસાદથવા થી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ. તેમજ ચોમાસા બાદ પણ ખુબ મોટા પ્રમાણમાં વરસાદ થવાથી પાણી નદી, નાળા, કુવાઓ છલકાઈ ગયા હતા. હાલ હજુ ઉનાળાની સીઝન નો પ્રારંભ પહેલાથી જ પીવાના પાણીની ગંભીર પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ છે. જે સીઝનના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ-તેમ દિન-પ્રતિદિન પીવાના પાણીની સમસ્યાઓ ઉના ગીરગઢડા બંને તાલુકા મા સમસ્યા” વધતી જાય છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઉના તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓ તેમજ અન્ય ગામડાઓમાં 10 થી 12 દિવસ સુધી પાણી આપવામાં આવ્યું જ નથી તેમજ ગીર પૂર્વ વન વિભાગ ગીર પશ્ચિમ વન વિભાગમાં આવતા માલધારી નેસોમાં પણ પાણીની તંગી ઉભી થઈ છે. જે અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન દોરીએ કોંગ્રેસ અગ્રણી પુંજાભાઈ વંશ એ સમસ્યા વિકળાર બંને તે પહેલાં તંત્ર એ ઉકેલ લાવવા માંગણી કરી હતી
ઉના, ગીરગઢડા તાલુકાના 124 ગામો પૈકી ઉના-દીવ જુથ યોજનામાં કુલ 34 ગામો નર્મદા આધારિત મહી પરીએજ યોજનામાં 90/1 ગામો તેમજ ચાંચકવડ જુથ યોજનામાં 3 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. ચાંચકવડ જુથ યોજનાના ત્રણ ગામોને બાદ કરતા બાકીના તમામ ગામોને સમયસર અને નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. ઉના-દીવ જુથ યોજના તેમજ નર્મદા આધારિત જુથ યોજનાના તમામ ગામોને નિયમિત પાણી આપવા સારું કુલ 16:48 એમ. એલ. ડી. પાણીની જરૂરિયાત રહે છે. તેની સામે રાવળ જુથ યોજનામાંથી સરેરાશ 11 એમ.એવ.ડી. પાણી મેળવે છે અને નર્મદા આધારિત સરેરાશ 6 થી 7 એમ. એલ. ડી. પાણી મળે છે. મચ્છન્દ્રિ માંથી 3 એમ.એલ.ડી. પાણી મેળવે છે. આમ સરેરાશ 21 એમ.એલ.ડી. પાણી મળે છે. તે પૈકી દીવમાં 4.05 એમ. એલ. ડી. પાણી આપવામાં આવે છે. વાસ્તવમાં 16.48 ની સામે માત્ર 16.95 એમ.એવ.ડી. પાણી, જેથી 0.47 એમ. એલ.ડી. પાણીની બચત રહે છે. આ હિસાબ દરરોજ માટેનો છે પરંતુ ગામડાઓમાં દરરોજ પાણી આપવામાં આવતું નથી. એટલે જરૂરિયાત સામે સ્ત્રોતો માંથી મળતું પાણી ખૂબ ઓછું મળે છે.
કેશરીયા ઝોનમાં આવતા 24 ગામોને વસ્તીના ધોરણે નોમ્ર્સ મુજબ પાણી વિતરણ કરવામાં આવતું નથી. સ્થાનિક ઓફિસના આંકડા મુજબ સરેરાશ મહિનામાં 18 દિવસ પાણી આપવામાં આવે છે, જે હકીકતસાચી નથી. નિયમિત અને સમયસર નોમ્ર્સ મુજબ પૂરતુંપાણી વિતરણ કરવામાં આવતું નથી.
દ્રોણ ઝોનમાં આવતા 32 ગામોને 1 દિવસથી લઈ 20 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં આવે છે, તેમ સ્થાનિક ઓફિસના આંકડા દ્વારા જણાવેલ છે. જે હકીકત સાચી નથી અને સત્યથી વેગળી છે. જરૂરિયાત મુજબ નિયમિત-સમયસર પાણી વિતરણ કરવામાં આવતું નથી. નગડીયા ઝોનમાં આવતા 34 ગામોને 1 દિવસથી લઈ ર6 દિવસ સુધી એપ્રિલ માસમાં પાણી વિતરણ કરવામાં આવે છે તેમ સ્થાનિક ઓફિસ દ્વારા જણાવેલ, તે પૈકી 8 ગામોને તો એક દિવસ પણ પાણી વિતરણ કરવામાં આવેલ નથી. 11 ગામો એવા છે જેમાં એક દિવસ જ પાણી વિતરણ કરવામાં આવે છે.
ગાંગડા ઝોનમાં આવતા 20 ગામોને થી લઈ ત્રણ ગામો ને 14 દિવસ અને 10 ગામોને 12 દિવસ સુધી પાણી વિતરણ થયેલ છે તેવું સ્થાનિક ઓફિસનું કહેવું છે. હકીકતમાં સમયસર નિયમિત જરૂરિયાત મુજબનું પાણી વિતરણ કરવામાં આવતું નથી. સૈયદ રાજપરા ખાતે સ્થાનિક લોકોને વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે. અંજાર ઝોનમાં આવતા 14 ગામોને સરેરાશ 14 દિવસ પાણી વિતરણ કરવામાં આવેલ છે. ત્યાં પણ નિયમિત અને જરૂરિયાત મુજબનું પાણી વિતરણ કરવામાં આવતું નથી નવાબંદર ખાતે સ્થાનિક લોકોને વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે. કેટલાક ગામો એ હયાત હેન્ડપંપો બંધ હાલતમાં છે તે હેન્ડપંપોને તાત્કાલિક અસરથી સમયાંતરે રીપેર કરવા જે હેન્ડ પંપો માં પાઈપો ઘટતા હોય તેવા તમામ હેન્ડપંપોમાં વધારાની પાઇપો નાંખવી રીપેરીંગ કરી યુદ્ધ ના ધોરણે ચાલું કરાવવા માંગણી કરી હતી
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બન્ને તાલુકા ના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા લોકોને તેની જરૂરિયાત મુજબ માથાદીઠ નક્કી કરેલ નિયમો અનુસાર પીવા અને વાપરવા તેમજ ઢોર માટે જે પાણી મળવું જોઈએ તે નહીં મળતું હોવાથી પાણી ની સમસ્યા માટે ના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર એ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલનમાં રહીને વહેલી તકે પાણી ની સમસ્યાથી છુટકારો આપવા માંગણી કરી છે આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ સોલંકી ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ભાઈ ભેસાણીયા શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા કાનજીભાઈ સાખટ સહિત ના કોંગ્રેસ સંગઠન ના અગ્રણી હાજર રહ્યા હતા