ગ્રામ્ય એસઓજીની ટીમે 4 ભેજાબાજો સામે ગુનો નોંધી રૂ. 25.07લાખની બનાવટી જંતુનાશક દવાનો જથ્થો કબ્જે કર્યો
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યાં છે. લોધીકામાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતાં ત્રણ કારખાના પકડાતા ખળભળાટ મચી ગયો છે. ગ્રામ્ય એસઓજીની ટીમે પાડેલ દરોડામાં માખાવાડ અને રાવકીમાં આવેલ કંપનીમાં યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) સહિતની જંતુનાશક દવાઓ ડુપ્લીકેટ બનતી હતી. પોલીસે રૂ.25.07 લાખની ડુપ્લીકેટ દવાનો જથ્થો જપ્ત કરી ચાર કારખાનેદાર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રોય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ખેતીવાડીની ગેરકાયદેસર ડુપ્લીકેટ રાસાયણીક દવાઓ બનાવતા શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી. જે.ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે
લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ત્રણ કારખાનાઓમાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) કંપનીની ડુપ્લીકેટ જતુનાશક દવાઓ બનાવતા કારખાનાઓમાં દરોડા પાડ્યા હતાં.
જેમાં એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી., શકિત કેમીકલ અને ગ્રીન ભારત કેમીકલ પ્રા.લી. માંથી અલગ અલગ ટેકનીકલ તથા ક્ધટેન્ટ વાળી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીની ટીમે દરોડા દરમિયાન લોધિકાના મખાવાડમાં આવેલ એડીકોન પેસ્ટીસાઇડસ કંપનીના ધુવ રસીકભાઇ પટોડીયા (ઉ.વ.27, ધંધો.વેપાર, રહે. રાજકોટ (અભ્યાસ- બી.એસ.સી. એગ્રીકલ્ચર) ને પકડી તેના કારખાનામાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓ રૂ.1,95,750 નો જથ્થો કબ્જે કર્યો હતો.
તેમજ લોધિકાના વિરવા ગામે આવેલ શકિત કેમીકલના ધવલ ગોરધનભાઇ કોરાટ (ઉ.વ.28, ધંધો.વેપાર, રહે. રાજકોટ (અભ્યાસ- એમ.એસ.સી.કેમીકલ) ની ધરપકડ કરી કારખાનામાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓ રૂ.14.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે રાવકીમાં આવેલ ગ્રીન ભારત કેમીકલમાં દરોડો પાડી કંપનીના માલીક સાહીલ સુરેશભાઇ ટીબડીયા (ઉ.વ.30, ધંધો.વેપાર રહે. શાપર(વે) (અભ્યાસ- ડીપ્લોમાં એગ્રીકલ્ચર) અને કશ્યપ મગનભાઇ આકોલીયા (ઉ.વ.35, ધંધો.વેપાર, રહે. રાજકોટ (અભ્યાસ- ડીપ્લોમાં કેમીકલ) ને પકડી પાડી જફિંયિશિંક્ષય કેમીકલના પાઉચ નંગ-606 રૂ.7,02,050 તથા એરિસ લખેલ બેરલ નંગ-1 રૂ.2 લાખ મળી કુલ રૂ.9,02,050 સહિત ત્રણેય કારખાનમાંથી કુલ રૂ.25.07 લાખની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો પકડી પાડી કાર્યવાહી કરી હતી.