પોલીસે રૂા.1.53 લાખનો દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
દ્વારકા વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા વિદેશી દારૂ સંદર્ભે દ્વારકા નજીકના મકનપુર ગામના રેલવે ટ્રેક નજીક રહેતા જસરાજભા લાલાભા માણેક (ઉ.વ. 26) નામના શખ્સને રૂપિયા 1,17,600 ની કિંમતની વિદેશી દારૂની 98 બોટલ તેમજ રૂ. 10,000 ની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દ્વારકાના નાના ભાવડા ગામનો સિધ્ધરાજભા સુમણીયાનું નામ સપ્લાયર તરીકે ખુલવા પામ્યું છે.
અન્ય એક કાર્યવાહીમાં એલસીબી પોલીસે દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર મકનપુર ગામે રહેતા સાગરભા ઘુઘાભા નાયાણી નામના શખ્સ દ્વારા તેના કબજા ભોગવટાના ખંડેર જેવા મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 36,000 ની કિંમતની વિદેશી દારૂની 30 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં આરોપી સાગરભા નાયાણીના પાર્ટનર ઉમેશભા દોલુભા નાયાણીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને કેસમાં પોલીસે કુલ રૂપિયા 1,53,600 ની કિંમતની વિદેશી દારૂની 128 બોટલ સાથે બે શખ્સોની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેઠાભાઈ પરમાર, જગદીશભાઈ કરમુર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.