ઓખાના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સધન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ બોટની તલાશી લેવાઈ હતી. ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. જાડેજા અને બી.એચ. ચાવડા અને મરીન કમાન્ડોઝ દ્વારા બેટ દ્વારકાના ડની પોઇન્ટ, મેંદરડા જેટી, પોસીત્રા, મોમાઈ મંદિર, મીઠાપુર ચોપાટી, શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગોમતી ઘાટ, ગાયત્રી મંદિર, ઓખામઢી, લાંબા બંદર, ભોગાત બંદર, નાવદ્રા બંદર, સિકોતરમાતા મંદિર, હર્ષદ મંદિર, મહાદેવ મંદિર, હર્ષદ મિયાણી બ્રિજ દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.