ત્રણ-ત્રણ દી’ વિરોધ કાર્યક્રમ છતાં સરકારે મચક ન આપતાં આંગણવાડી વર્કરમાં રોષ
બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી ઓને આવેદન આપ્યા બાદ આજે ત્રીજા દિવસે પણ મહિલાઓએ ડમરુ વગાડી રાસ ગરબા લઇ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણ દીવસ માટે માશ સિવિલ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો આજે વિરોધ કર્યા ને ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો હતો. તેમ છતાં સરકારએ કોઈ પણ પ્રકારની મચક આપી ના હતી. ગૂજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર ફેસિલિયેટરએ પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ત્રીજા દિવસે પણ બગસરા પંથકની આંગણવાડી મહિલાઓએ વિરોધ વ્યકત કર્યો હતો.
સરકાર અમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે તેમાં ડેટા એન્ટ્રી માટે તે મોબાઈલ ચાલતા નથી તો નવા મોબાઈલ આપવા અને ફિક્સ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તેમને ડ્રેસ પણ આપવામાં આવેલ નથી તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગ પુરી કરો. ભાવનાબેન ભટ્ટી જિલ્લા આંગણવાડી પ્રમુખ ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હવે પછી અમારૂ યુનિયન જે નિર્ણય લેશે તેમ આગળ વધીશું.