Jai Hind

વન કર્મી અશરફ ચૌહાણના પરિવારને 51,000નો ચેક અર્પણ કરાયો

અશરફ ચૌહાણના મૃત્યુ થયા પછી છઠ્ઠા દિવસે તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો

વનવિભાગ ગીર ની રેન્જ માં ફરજ બજાવતા અશરફ ચૌહાણ ગત તારીખ 4 જાન્યુઆરી ના રોજ પોતાની ફરજ દરમ્યાન થયેલ આકસ્મિક ઘટનામાં તેમનું અત્યંત દુ:ખદ અવસાન થયેલ હતું, તેમના આકસ્મિક નિધન થી તેમના માતા-પિતા તથા તેમના ધર્મ પત્નિ અને બે નાની દીકરીઓ નિરાધાર બની છે, સમગ્ર કુટુંબ ના તેઓ એકમાત્ર આધારસ્તંભ હતા, આ વન શહીદ અશરફભાઈ ના પરિવાર ને વન કર્મીઓ તથા સંસ્થાઓ તરફથી નાની મોટી આર્થિક મદદ મળી હતી,
જ્યારે અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ વંદનીય સંત મુક્તાનંદ બાપુ તેમજ વન વિભાગ ના સિનિયર અધિકારીઓ ડો એ. પી. સિંગ, ડો.રામ રતન નાલા , તેમજ ડો. પ્રશાંત તોમરની પ્રેરણા થી અશરફ ચૌહાણ ના પરિવાર ને “સદગુરુ મુક્તાનંદ બાપુ પ્રેરિત-માવજત ફાઉન્ડેશન” તરફથી 51000/- નો ચેક તેમજ વન શહીદ અશરફભાઈ ની બંને દીકરીઓ જ્યાં સુધી ભણે ત્યાં સુધી અભ્યાસ નો તમામ ખર્ચ પણ ’માવજત ફાઉન્ડેશન’ ભોગવશે તેમ સંસ્થા ના પ્રમુખ લલિતભાઈ ભરાડ ની યાદી માં જણાવ્યું છે.
આ બનાવની કરુણતા તો એ છે કે અશરફ ચૌહાણ નું મૃત્યુ થયા પછી છઠ્ઠે દિવસે તેમને ત્યાં પુત્રીનું જન્મ થયો. હતો. આ ચેક અર્પણ તેમના ગામ રાજપરા રૂબરૂ જઈને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, માવજત ફાઉન્ડેશન ના પ્રમુખ લલિતભાઈ ભરાડ અનિલભાઈ દવે વિસાવદર ના ફોરેસ્ટર મોરીભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.