Jai Hind

ભાયાવદર મુકામે સમસ્ત કોળી સમાજના સાતમા સમૂહ લગ્નનું આયોજન

આગામી તારીખ 2 એપ્રિલ ના ગુરુવારે ભાયાવદર ધોબીતળ ખાતે સમસ્ત કોળી સમાજના સાતમા સમૂહ લગ્નનું ધામધૂમપૂર્વક ગ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્નમાં ભાયાવદર સહિત આજુબાજુના ગામોના 7 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દરેક ક્ધયાને દાતાઓ દ્વારા કબાટ સેટી ગાદલુ પંખો ખુરશી મિક્ચર ટીપોઈ સોનાનો દાણો તથા ઓમકાર ચાંદીનો બ્રેસલેટ થાળી વાડકા સહિતના વાસણ વગેરે કરિયાવરમાં આપવામાં આવશે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં બપોરના ત્રણ વાગ્યે પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભા યાત્રા નીકળશે ત્યારબાદ 4:00 વાગ્યે જાન આગમન 5:00 વાગ્યે જાનના સામૈયા છ વાગ્યે હસ્તમેળાપ 8:00 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 12 વાગ્યે જાન વિદાય થશે આ પ્રસંગે નવદંપતીને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જુનાગઢ રેન્જ આઈ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્યો હીરાભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પાડલીયા ધોરાજી ડેપ્યુટી કલેકટર એન એમ તરખલા ધર્મેશભાઈ ઝિંઝુવાડીયા જગદીશભાઈ વિરમગામ જિલ્લા ભાજપ આગેવાન ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા નગરપાલિકા પ્રમુખ રેખાબેન સીણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર અતુલભાઇ વાછાણી જયુભા ચુડાસમા સહિત સંતો મહંતો રાજકીય ધાર્મિક સામાજિક સેવાકીય આગેવાનો અધિકારીઓ અને સૌરાષ્ટ્ર ભરમાંથી કોળી સમાજના આગેવાનો હોદ્દેદારો અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશે આ ભવ્ય સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ દીપકભાઈ ભરાડીયા ઉપપ્રમુખ શામજીભાઈ લુદરીયા ના માર્ગદર્શન નીચે સમાજના હોદ્દેદારો સમૂહ લગ્ન સમિતિ ના હોદ્દેદારો આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.