Jai Hind

રાણપુર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખને રીપીટ કરાયા

વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર દ્વારા રાણપુર શહેર અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં રાણપુર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે કિશનભાઇ વાઘજીભાઈ મકવાણા ને રીપીટ કરવામાં આવ્યા. કિશનભાઇ વાઘજીભાઈ મકવાણાની ભાજપ સંગઠનમાં પ્રસંશનીય અને મજબૂત કામગીરીને ધ્યાનમાં રાખીને ફરીવાર રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે રાણપુર શહેર ભાજપ અનુસૂચિત જાતિના મોરચાના મહામંત્રી તરીકે અનિલભાઈ હકાભાઇ વાઘેલા અને વિજયભાઈ અમરશીભાઈ રાણવાની નિમણૂક કરવામાં આવતા રાણપુર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ આ નિમણૂકને વધાવી હતી.