Jai Hind

દીવ: વણાંકબારામાં ગણતોર ઉત્સવ પ્રસંગે શોભાયાત્રા નિકળી

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહી અને દર્શનનો લીધો લાભ

વણાંકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોર ઉત્સવ પ્રસંગે દરેક કુળદેવીઓની સ્થાપના કર્યા બાદ સાંજે પાંચ વાગ્યે માતાજીની પાલખી યાત્રા સ્વરૂપે શોભાયાત્રા નિકળી આ શોભાયાત્રામાં જનમેદની ઉમટી અને દર્શનનો લાભ લીધો શોભાયાત્રા વણાંકબારા ગામમાં ભજન-કિર્તન સાથે પસાર થઈ શોભાયાત્રા બાદ દરેક કુળદેવીઓને અલગ અલગ કુવાઓમાં ધાર્મિક વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવી દર વર્ષે ગણગોર ઉત્સવ વણાંકબારામાં ધામધુમ પૂર્વક ઉજવાઈ છે. રાધિકા રિસોર્ટના માલિક રામજીભાઈ પારસમણીએ શ્રદ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા તેમજ દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકો હર્ષ ઉલ્લાસથી જોડાઈ અને ધન્યતા અનુભવી સંયુક્ત કોળી સમાજના પટેલ અને અગ્રણીઓએ આ પર્વને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.