પોલીસે રોકડા રૂ.10,400નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધાયો
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય જે સુચનાને લઈ રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ ના દશરથભાઈ કમેજળીયા, ધરમશીભાઈ ધરજીયા, દશરથભાઈ મીઠાપરા, મનસુખભાઈ કમેજળીયા, અનિરૂધ્ધભાઈ જેબલીયા,સંજયભાઈ શેખ સહીત પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના કનારા ગામની સીમમાં તળીયુની વાડીયુમાં ઓકળામાં ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.જેમાં વિનોદભાઈ ગોપાલભાઈ ધોડકીયા,કરશનભાઈ રણછોડભાઈ ચૌહાણ ,રાજુભાઈ મનજીભાઈ જમોડ, અરવિંદભાઈ ઠાકરશીભાઈ ડાભી ને રોકડા રૂપિયા 10,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.