સ્વ. ડો. ભરત બારડની સ્મૃતિમાં ખેલાડીઓ જમાવશે ખેલ દિલીનો જંગ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે રમતગમત અને ભાઈચારાના સંગમ સમાન “સ્વ. ડો. ભરત બારડ સ્મૃતિ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 માર્ચ 2026, શનિવાર થી આ ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભથયો હતો. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સુત્રાપાડા યુવા લોકપ્રિય નેતા,પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય અને જામનગર જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ જશાભાઈ બારડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, શારીરિક સૌષ્ઠવ જળવાય અને ગ્રામ્ય સ્તરે છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સ્વ. ડો. ભરત બારડની મીઠી યાદમાં અર્પણ કરવામાં આવી છે.
આ ટુર્નામેન્ટ સુત્રાપાડાના બારડા દેવ મંદિરની બાજુમાં આવેલા ઊંઙક ગ્રાઉન્ડ ખાતે રમાશે. ફ્લડ લાઈટ્સના ઝળહળાટમાં રમાનારી આ મેચોમાં કુલ 8 ગ્રુપ (એ થી એચ) પાડવામાં આવ્યા છે. દરરોજ રાત્રે 3 હાઈ-વોલ્ટેજ મેચો રમાશે, જેનો સમય નીચે મુજબ રહેશે મુખ્ય આકર્ષણ અને ટીમો આ ટુર્નામેન્ટમાં સાગર પેટ્રોલિયમ 11,કૈલાસ 11, બાપા સીતારામ 11, ઓમકાર 11, મોગલ કૃપા 11, રાણી મા 11, શિવાજી વોરિયર્સ, માંધાતા 11 અને ધનેશ્વર 11 જેવી નામી ટીમો મેદાને ઉતરશે. તારીખ 21 માર્ચથી શરૂ થઈને 28 માર્ચ સુધી સતત 8 દિવસ સુધી ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. આ દરમિયાન વિજેતા ટીમોને આકર્ષક ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય પંથકની રમતપ્રેમી જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજક શ્રી દિલીપભાઈ બારડ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉદઘાટન સમારોહમાં અનેક સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.