વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ
બોટાદ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે અગ્રેસર જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ તા. 20 માર્ચ 2026, શુક્રવારના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે દિનદયાળ ચોક, બોટાદ ખાતે યોજાયો.ઉનાળાની ઋતુમાં ચકલી અને અન્ય પંખીઓ માટે પાણી અને આશ્રયની અછત ન સર્જાય તથા પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર, દુકાન, ઓફિસ કે આસપાસના વિસ્તારોમાં ચકલીના માળા અને પાણીના કુંડા મૂકી પંખી સંરક્ષણમાં સહભાગી બને.આ કાર્યક્રમમાં ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ઉપપ્રમુખ ડો.પરેશભાઈ દરજી તથા દિપકભાઈ માથુકિયા, પૂર્વ પ્રમુખ ડો.આનંદભાઈ ત્રિવેદી,રાજુભાઈ ડેરૈયા,સંજયભાઈ પટેલ, વિજયભાઈ ઝીંઝુવાડીયા,રાજુભાઈ ઓઝા,ધવલભાઈ રોજેસરા,યોગેશભાઈ મસોયા,ભરતભાઈ પટેલ તથા શહેરના આગેવાનો, નાગરિકો તથા સેવાભાવી મિત્રો ઉપસ્થિત રહેશે.