પશુ તબીબની ટીમ દોડી ગઇ
વિરમગામ હાઇવે પર વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ 35 ઘેટાંના મોત થયું હતું.ઘેટાના ટપોટપ મોત થતાં માલધારી પરિવાર પર આફત આવી પડી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતાં પાણી ભરેલા ખાડામાં ભળી ગયું હતું. જેના કારણે પશુઓનાં મોત થયા હોવાનો માલધારીએ આક્ષેપ કર્યો છે.
વિરમગામ હાઇવે પર વિરોચનનગર પાસે તાજેતરમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પણ હતું. અકસ્માત બાદ વાહનોમાં ભયાનક આગ ભભૂકી હતી. બે વ્યકિતનાં મોત થયા હતા. તે દરમિયાન ટેન્કરમાંથી લીક થયેલું જોખમી કેમિકલ હાઇવેની સાઇડમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં ભળી ગયું હતું. માલધારી રઘુભાઇ રબારી ( રહે. કચ્છ ભૂજ) પોતાના ઘેટા- બકરા સાથે પસા થઇ રહ્યાં હતા.ત્યારે વિરોચનગર ગામ પાસે ખાડામાં ભરેલું પાણી ઘેરા-બકરાંએ પીધું હતું. આ ઝેરી કેમિકલયુક્ત પાણી ઘેરા બકરાંએ પીધી બાદ તરફડિયા મારવા લાગ્યા હતા અને ટપોટપ 33 ઘેટાં અને બે બકરાના ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લઇ પશુ ડોક્ટરોને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક સારવાર કરી હતી. 35 ઘેટાં -બકરાનાં મોત થતાં માલધારી પરિવાર પર આભ ફાટયું હતું. આજીવિકાનું સાધન છીનવાયું હતું. જોકે, આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.